Abtak Media Google News

“ખબરી એ દૂરથી સાયકલ લઈને આવતા ડાકુને બતાવ્યો પણ તે માંડ માંડ સાયકલના પેડલ મારતો આવતો જોઈને ફોજદારને શંકા થઈ ! “

ભાવનગર જિલ્લા પોલીસ ના સ્પેશ્યલ ઓપરેશન સ્કોડની જવલંત અને સફળ કામગીરીના સમાચારો વારંવાર પરંતુ નિયમિત રીતે છાપાઓમાં પ્રસિધ્ધ થતા હોય આમ જનતાને આ સ્પેશ્યલ સ્કોડ ઉપર વિશ્વાશ અને ભરોસો બેઠેલો જેથી વિવિધ સ્ત્રોતો મારફતે જનતા જ બાતમીઓ આપવા લાગેલ વળી પહેલા જે લોકો પોલીસને શંકાની નજરે જોતા હતા તેઓ પણ હવે પોલીસના ખબરી બનવા માંડયા હતા.

એક દિવસ જમાદાર તાજ મહંમદે ફોજદાર જયદેવને ચેમ્બરમાં આવીને કહ્યું ‘સાહેબ ચંબલનો ડાકુ ભાવનગરમાં છુપાવેશમાં રહે છે. પકડવો છે? પ્રથમ તો જયદેવને આ બાતમી ખોટી કે વૈમનસ્ય ને કારણે વધારીને સામાવાળાને હેરાન કરવા આપી હોવાનું જણાયું. પરંતુ ચંબલના ડાકુની વાત હોઈ તે મનમાં રોમાંચિત થઈ ગયો કેમકે જયદેવ જયારે સ્કુલ કોલેજમાં અભ્યાસ કરતો ત્યારે ચંબલના ડાકુઓ વિશે અને ખાસ તો સમાજવાદી સર્વોદય નેતા જય પ્રકાશ નારાયણ ખૂંખાર ડાકુઓની ટોળકીઓથી ત્રસ્તા ચંબલ ઘાટીની જનતા શાંતીથી અને સલામતી ભર્યું જીવનજીવી શકે તે માટે સરકાર અને ડાકુઓ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી ને અસંખ્ય ખૂંખાર ડાકુઓને શરણે લાવતા તેના સમાચારો અને આ ખૂંખાર ડાકુઓની કર્મકુંડળી અને તેમની ચંબલ ઘાટીમાં અજીબો ગરીબ રોમાંચીત કરી દે તેવી વાતો જીવનની શરૂઆતથી લઈ અંત સુધીની જેમાં વ્યકિતગત વૈમનસ્ય પછી વાંધા અને મારામારી પછી આમ જનતા ઉપરના અત્યાચારો, સામુહિક બળાત્કારો, ખૂનામરકી લૂંટફાટ વિગેરેની રૂવાડા ખડા કરી દે તેવી વાતો પણ સમાચાર પત્રો અને પાક્ષીકોમાં પણ સીરીયલ હપ્તાવાઈઝ છપાતી જે લોકો પણ રસ પૂર્વક વાંચતા અને જયદેવ પણ વાંચવાનો શોખીન અને જીજ્ઞાશા વૃત્તીથી આવી સીરીયલો વાંચતો.

ત્યાર પછી તો આ ‘ડાકુ’ વિષય ઉપરથી બહારવટીયા અને ડાકુઓના જીવન ઉપરથી ફિલ્મો મેરાગાંવા મેરા દેશ તથા ‘શોલે’ જેવી ફિલ્મો પણ બનેલી અને તેમાં ખાસ તો શોલે ફિલ્મે તો તે સમયના તમામ જુના રેકર્ડ તોડી નાખ્યા હતા મુંબઈમાં તો સીનેમામાં આ ફિલ્મ ‘શોલે’ સળંગ પાંચેક વર્ષ સુધી ચાલ્યાના સમાચાર હતા આ ડાકુની ફિલ્મ શોલેમાં પોલીસ ઈન્સ્પેકટર ઠાકૂર સાહેબ અને ડાકુ ગબ્બર સિંહની જબ્બરદસ્ત ટકકર અને ડાકુઓના અંગત જીવન અંગેની દિલધડક વાતો, દૂર ગ્રામ્ય વિસ્તારોની પ્રજા ઉપર આ ડાકુઓનું દમન અને ત્રાસ હુબહુ ઘાતકી અને કરૂણ રીતે દર્શાવેલ હતા.

આ ફિલ્મ શોલે આવી તે સમયે તેના ડાકુ ગબ્બરસિંહની વાતો અને ડાયલોગ્ઝ તે સમયે ખૂબ પ્રસિધ્ધ થયેલા જેમાં ખાસ કોલેજોમાં અમુક ફિલ્મ રસીયા અને ‘દાદાની હવા’ વાળા માથાભારે તોફાની વિદ્યાર્થીઓ આ ગબ્બરસિંહનો ડાયલોગ ખાસ બોલતા કે ‘અરે ઓ કાલીયા ? … કીતના ઈનામ રખા હૈ સરકારને હમાર શર પે….?’વળી આવા દાદાવિદ્યાર્થીનો મદદનીશ જવાબ દેતો ‘માલીક… પુરે પચાસ હજાર….! જયદેવને આ ડાકુ શબ્દ સાંભળી ને કોલેજ કાળની તમામ વાતો તાજી થઈ જતા તે પણ રોમાંચિત થઈ ગયો. આથી આવા જ એક ચંબલનાં ડાકુને પકડીને મનમાં કાંઈક આત્મસંતોષ માટે અને ખાસ તો પોતે અત્યારે પોતાના વતનના જીલ્લામાં જ ફરજ બજાવતો હતોતેથી ‘ચંબલના ડાકુ’ને પકડીને તેની થનાર પ્રસિધ્ધિ ને કારણે તે જરા વધારે ઉત્સાહિત અને રોમાંચિત થઈ ગયો.

જયદેવને મનમાં અનેક કલ્પનાઓ થવા લાગી કે આ ભાવનગરમાં છુપાયેલો ડાકુ પણ છ ફૂટ ઉંચો, કદાવર બાંધાનો, મોટી મોટી આંખો અને લાંબી મૂછો વાળો અને મોટા મકાનમાં ઠાઠ માઠથી રહેતો હશે તેની સેવામાં બેચાર હજુરીયાને બેત્રણ બોડી ગાર્ડ હશે. અને તે તાલથી, મોજથી રહેતો હશે. તેની પાસે ખાનગીમાં છૂપાવીને રાખેલા ઘાતક હથીયારો, બંદૂકો, રીવોલ્વરો, પીસ્તોલો પણ હશે. વળી સમયાંતરે ચંબલઘાટી વિસ્તારમાં જઈ હાથ અજમાવી દલ્લો (રૂપીયા) પણ લઈ આવતો હશે આથી તેને પકડવા માટે તો આયોજન પૂર્વક પુરી તૈયારી કરવી પડશે તેમ વિચારતો હતો. તેથી જયદેવે તાજ મહમંદ સાથે એકલામાં ચર્ચા શરૂ કરી કે કયા વિસ્તારમાં રહે છે. પકડવા માટે કયો સમય અનુકુળ રહેશે વળી કેટલા સશસ્ત્ર જવાનોની જરૂર પડશે વિગેરે ચર્ચા કરતા તાજ મહંમદે જે વાત કરીતે સાંભળીને જયદેવ અચંબો પામી ગયો.

તાજમહંમદે તમામ કલ્પનાઓને એક જ ઝાટકે દૂર કરતા કહ્યું ‘સાહેબ આ ડાકુ તો ઝુંપડ પટ્ટીમાં રહે છે. અને આપ જેવું વિચારો છો તેવું કાંઈ નથી. જો આપ કહો તો હું એકલો જઈ ને તેને અહી લઈ આવું !’ પરંતુ ભૂતકાળના સંસ્મરણો અને થનાર પ્રસિધ્ધીના વિચારોમાં ખોવાયેલો જયદેવ આ બાબત હળવાશથી લેવા માગતો નહતો.જેથી તાજ મહંમદે આવેલ ખબરીને જ જયદેવ પાસે રજૂ કરી દીધો. આથી જયદેવે આ ખબરીને સૌ પ્રથમ એ પુછયું કે ‘તું જણાવે છે તે વ્યંકિત ખરેખર ચંબલ ઘાટીનો ડાકુ જ છે. તે કઈ રીતે કહે છે?’ ખબરીએ જે વાત જયદેવને કહી તે કાંઈક આ પ્રમાણે હતી.

ખબરી પોતે પણ ચંબલઘાટી વિસ્તારનો જ વતની હતો. અને આ ડાકુ ભાવનગરમાં પોતે જે ઝુંપડપટ્ટીમાં રહે છે. ત્યાં તેના પડોશમાં રહે છે. આ ઝૂંપડપટ્ટી વિકટોરીયા પાર્કની બાજુમાં આવેલ છે. અને ડાકુ જુજારસિંહે પોતાનું નામ બદલીને અહી બનવારી લાલ રાખી દીધું છે. એક વખત પોતાના (ખબરીના) વતનમાંથી તેના એક મહેમાન ભાવનગર પોતાના ઘેર (ઝુંપડપટ્ટીમાં) આવેલા અને થોડા દિવસ રોકાયેલા, તે દરમ્યાન તેઓ પડોશમા રહેતા બનવારીલાલને ઓળખી ગયેલા આથી પોતાને (ખબરીને) ખાનગીમાં કહ્યું કે આ બનવારીલાલ તોભીંડ જીલ્લાના થાણા નયા ગાંવના ઈસુરી ગામનો મૂળ રહીશ પણ ખૂંખાર ડાકુ જુજારસિંહ છે.તેના ઉપર ત્યાં ખૂન, અપહરણ, લૂંટ, ધાડ મારામારી, જબરાઈથી કઢાવવાના અનેક ગુન્હાઓ નોંધાયેલા છે. મધ્ય પ્રદેશ સરકારે તેના માથા માટે મોટુ ઈનામ પણ જાહેર કરેલ છે. ! વળી ખબરી એ ખૂલાસો કર્યો કે પોતાને ખોટુ બોલવાનું કોઈ કારણ નથી. જયદેવે આ ખબરીને પુછયું તને આ ડાકુ હોવાની કેટલા સમયથી ખબર છે? ખબરી એ કહ્યું ‘આ બનવારી લાલ અહી આમ તો પાંચ વર્ષથી પડોશમાં રહે છે, પણ તે ડાકુ જુજારસિંહ છે તેની ખબર તો એક વર્ષ પહેલા જ પડી’ આથી જયદેવે પુછયું ‘તો છેક એક વર્ષ પછી બાતમી આપવા કેમ આવ્યો? કાંઈક વાંધો પડયો કે શું?’ તેણે કહ્યું ‘હા સાહેબ શેરીમાં થોડી બબાલ થઈ અને મનમાં થયું કે આ ભયંકર માણસ છે. કયાંક એવું પગલુ (મારામારીનું) ભરીને નાસી જાયતો ? આથી ડર લાગતા આ બાતમી આપવા આવ્યો છું’

જયદેવને થયું કે બાબત જે હોય તે પણ જો તે વ્યકિત ડાકુ જુજારસિંહ જ હોય તો કામ અને નામ બંને થઈ જાય ! આથી તેનાથી આ ડાકુ હાલ શું કરે છે. કયારે મળે વિગેરે પુછપરછ કરતા ખબરીએ કહ્યું ‘સાહેબ તે સવારના ટીફીન લઈને સાયકલ ઉપર વિઠ્ઠલવાડીમાં લાદીના કારખાને ચાલ્યો જાય છે. અને સાંજના છએક વાગ્યે નીલમબાગ સર્કલ થઈ વિધ્યાનગર તરફ આવે છે. આથી જયદેવે સાંજનો સમય જ હોય ખબરીને સાથે રાખી ને ટાટાસુમોમાં ગોઠવી નીલમબાગથી વિધ્યાનગર તરફ જતા રોડ ઉપર સાંજના પાંચ વાગ્યાથી જ ગોઠવાઈ ગયા. બરાબર છ એક વાગ્યે એક સાયકલ સવાર જેણે લધરવઘર કપડા પહેરેલા માથે મેલખાયુ બાંધેલું અને મજૂર જેવી વ્યકિત સાયકલ ડગુમગુ ચલાવતો આવતો દેખાયો એટલે તુરત જ ખબરીએ પોલીસને કહ્યું કે આ સાયકલ લઈને ચાલ્યો આવે તેજ ડાકુ છે. પણ તમે તેને પકડો પહેલા મને અહીથી નાસી જવા દેવો હું દૂર નીકળી જાઉ પછી જ તેને જીપમાં લાવજો ! જયદેવે કહ્યું ‘ભલે’

દૂરથી સાયકલ ઉપર આવતો વ્યકિત મહામહેનતે સાયકલને એક પછી એક પેડલ મારતો હોય તેમ ચલાવીને આવતો હતો જેને જોઈને જયદેવને મનમાં થયું કે જો આ ડાકુ હોય તો એક વખત ભૂતકાળમાં આ વ્યકિત જયારે ચંબલનો ખૂંખાર જુજારસિંહ ડાકુ હશે અને ચંબલની ઘાટીમાં, પહાડોમાં જંગલોમાં અને નદીઓનાં કોતરોમાં રહેતો હશે. ત્યારે ઘોડા ઉપર કે જીપમાં બંદૂકો કાર્ટીસોનાં પટ્ટા પહેરેલો અને કપાળમાં કાળા ચાંદલા અને મોટી મોટી મુછો વાળો ઘોડાઓની રમઝટ બોલાવતો ગામડાઓ ઉપર ત્રાટતો હશે ત્યારે કેવો લાગતો હશે? અને અત્યારે કેવો લાગે છે? તે સમયે બંદૂકોનાં કડાકા ભડાકા અને હાંકલા પડકારા અને અત્યારે આખા દિવસની મજૂરી કરીને માંડ માંડ સાયકલને પેડલ લાગતા હતા ! જયદેવે તેને ઉભો રાખી ચપળતાથી ઝડપી તપાસ કરતા ખાસ કાંઈ તેની પાસેથી મળ્યું નહી કડીયાકામના ઓજારો સામાન હતો. આથી જયદેવને થોડી વારતો એમ થયું કે કયાંક આ બિચારાને પોલીસ પાસે ખોખરો કરવા ખોટો તો ફસાવ્યો નથીને? પરંતુ બાતમી પાકકી હતી વળી જયદેવને પોતાને ‘ચંબલના ડાકુ’ને પકડવાની ઈંતેજારી ઉપરાંત યશ અને પ્રસિધ્ધી તથા આ ડાકુના માથા ઉપર મધ્યપ્રદેશ સરકારનું મોટુ ઈનામ પણ હોય તે પણ કરૂણામાં કોઈ ખોટી બાંધછોડ કરવા માંગતો નહતો. આ સાયકલ સ્વારને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ બનવારી લાલ ચૌધરી રહે મુરૈના એમ.પી.નો હોવાનું કહ્યું એ પણ સહજ વાત હતી કે જો કોઈ ટપોરી પણ સીધી રીતે પોતાનું સાચુ નામ જણાવતો નહોય તો આવા ભયંકર કરતુતો અને ગુન્હા કરનાર ચંબલનો ડાકુ તો સીધી રીતે પોતાનું સાચુ નામ ન જ જણાવે ને?

તાજમહંમદ અને સ્પેશ્યલ ઓપરેશન સ્કોડના જવાનોએ બનવારીને ઉંચકીને જીપમાં નાખ્યો અને કોન્સ્ટેબલ કિશોરસિંહ બનવારીની સાયકલ લઈને સ્કોડની કચેરી તરફ ઉપડયા, જીપ લઈને જયદેવ વિકટોરીય પાર્ક ઝુંપડપટ્ટીમાં આવ્યો સાંકડી ગલીઓમાં થઈ બનવારી તેના ખાલી ઈંટો ગોઠવી ઉપર પતરા નાખી બનાવેલ ઝુંપડા ઉપર લાવ્યો ઝુંપડામાં એક પાથરણુ થોડા રસોઈ રાંધવાના સાધનો ચુલો અને પાણીના માટલા સીવાય ખાસ કાંઈ હતુ નહી ખાસ તો જયદેવે કોઈ હથીયાર કે અગ્ની સશસ્ત્રો હોય તો બારીકાઈથી તપાસ કરી પરંતુ કાંઈ શંકાસ્પદ નહી મળતા તેને સ્કોડની ઓફીસે લાવ્યો.

જયારે બે બ્રાંચો વચ્ચે કામગીરીની હરીફાઈ ચાલતી હોય ત્યારે માનવ સહજ બીજી શાખા શું કરી રહી છે. તેના જવાનોની શું હીલચાલ છે. તેની વોચ બંને શાખાઓનાં જવાનો ચોરી છુપીથી રાખતા જ હોય છે જોકે તે તંદુરસ્ત હરીફાય કહેવાય નહી છતા સ્કોડની ઓફીસ ઉપર એલ.સી.બી.નું રડાર મંડાયેલું રહેતુ કે સ્કોડની કચેરીમાં શું ચાલે છે, કોને ઉઠાવી લાવ્યા છે વિગેરે બાબતની વોચ અમુક એલ.સી.બી.ના જવાનો રાખતા જ હતા. તેથી જો આ ‘ચંબલના ડાકુ’ની વાત જાહેર થઈ જાય તો પછી એ વાત પ્રેસ મીડીયા સુધી પહોચતા જરા પણ વાર લાગે નહી તે તો ઠીક જાહેર ભલે થાય પછી જો ‘કોથળામાંથી બીલાડુ નીકળે’ તેમ આ બનવારી લાલ જો ચંબલનો ડાકુ નીકળે નહી તો સ્કોડ સહિત જયદેવને શરમાવા જેવું થાય આથી જયદેવે બનવારીને ચુપકીદીથી સ્કોડની કચેરીમાં બેસાડી સીધો પોલીસ વડા પાસે પહોચ્યો અને તેમને આ ‘ચંબલના ડાકુ’ બાબતની સંપૂર્ણ હકિકતથી વાકેફ કર્યા. આથી પોલીસ વડાએ કહ્યું ‘અચ્છી બાત હૈ, ચલો ઈસકી ભી પક્કી ખાત્રી કર લેતે હૈ, મુરૈના કે એસ.પી. મેરે બેચ મેટ હૈ, તેમ કહી તેમણે એસ.ટી.ડી. ફોન મુરૈના લગાવ્યો અને સામાન્ય વાતચીત બાદ કામની વાત કરી કે બનવારી લાલ ચૌધરી ઉર્ફે ડાકુ જુજારસિંહ રહે ઈસુરી થાણા નયાગાંવ જીલ્લો ભીંડ એમ.પી.વાળો કોઈ આરોપી તમારે ત્યાં વોન્ટેડની યાદી માં છે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.