Abtak Media Google News
  • દારૂ ભરેલું ટેન્કર ચોટીલા પહોંચે તે પૂર્વે જ સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટક્યું: સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ની કામગીરી સામે કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણકે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ જાણે સૂતી હોય અને વીજીલીસની ટીમો દરોડા પાડી રહી છે. આ સિલસિલો છેલ્લા બે મહિનાથી યથાવત રીતે જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક વખત સુરેન્દ્રનગરના પાણસીણા ગામ નજીક સ્ટેટ મોનેટરીંગ સેલે દરોડા પાડ્યા છે અને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના સાજણભાઈ વીરાભાઇ વસરા અને તેમની ટીમને માહિતી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લીમડી થી આગળ કટારીયા ગામના પાટીયા પાસે એક દૂધનું ટેન્કર પડ્યું હતું.હવે આ દૂધના ટેન્કરની શંકાસ્પદ હાલતમાં તલાસી લેવામાં આવતા દૂધના ટેન્કર માંથી 6314 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી આ અંગે ગુનો દાખલ કરાવ્યો છે.

પાણસીણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે હનુમાનરામ નામના યુવકની અટકાયત કરવામાં આવી છે અન્ય ચાર ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે ચોટીલા ખાતે દારૂ ભરેલ ટેન્કર લેવા આવનાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ કુલ 54.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદ રોડ દારૂની આવક માટે હોટસ્પોટ બન્યું હોય તેવા અહેવાલો છાસવારે સામે આવતા રહે છે. અમદાવાદ રોડથી આવતો દારૂ સૌરાષ્ટ્રણા છેવાડા સુધી પહોંચાડવાનું આખુ રેકેટ ધમધમતું હોય તે પ્રકારનું ચિત્ર પણ ઉપસી રહ્યું છે. ત્યારે વધુ એકવાર અમદાવાદ રોડ પરથી પાણસીણા નજીકથી એસએમસીએ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂનો જથ્થો ચોટીલા મોકલવાનો હોય તેવો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે પણ સૂત્રોના જણાવ્યા અનુસાર ચોટીલા પહોંચ્યા બાદ જથ્થો અન્ય કોઈ સ્થળે મોકલવાનો હોય અને ડ્રાયવરને અંતિમ ઘડીએ નવું લોકેશન આપવાનું હોય તેવું સામે આવી રહ્યું છે.

સાયલા: નાગડકા ગામની સીમમાંથી દારૂ-બિયરના જથ્થો ઝડપાયો, બે આરોપી ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી ડી ચુડાસમા, વિજયસિંહ ચૌહાણ, અજયસિંહ ઝાલા, ખોડાભાઈ રંગપરા, સંજયભાઈ ડાભી સહીત સમગ્ર પોલીસ ટીમ સાથે નોલી ઓ.પી.વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નોલી ગામથી નાગડકા ગામ તરફ જવાના સીમ વિસ્તારમાં કાચા રસ્તા ઉપર આવેલ આરોપી પુનાભાઇ મેરાભાઇ રબારી રહે નોલી સાયલા વાળાની વાડીમાંથી ગેરકાયદેસર પાસપરમીટ વગર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 1584 જેની કિ.રૂ.5,72,700 તથા બીયરના ટીન નંગ 68 કિ.રૂ.6800 મળી કુલ કિ.રૂ.5,79,500 નો જથ્થો પકડી પાડી ફરાર આરોપી પુનાભાઇ મેરાભાઈ રબારી રહે નોલી સાયલા, ગૌતમભાઇ દીલુભાઇ કાઠી દરબાર રહે નોલી સાયલા વિરુધ્ધમાં પ્રોહી એક્ટ મુજબ ધજાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.