Abtak Media Google News

સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે છેવાડાના ગામો સુધી યોજના પહોંચે તે માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ યોજના પૂર્ણ રીતે સાકાર ન વાની નોબત આવે છે ત્યારે કરોડો રૂપિયા વેડફાઈ જાય છે અને લોકોને સુવિધાનો બદલે દુવિધામાં વધારો થાય છે તેવી જ રીતે લોધીકામાં કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલ ભુગર્ભ ગટર યોજનામાં કોન્ટ્રાકટરની ટેકનીકલ ક્ષતિને પરીણામે હાલ ગામની ગટરની કુંડી ઉભરાઈ રહી છે. પાણી રોડ ઉપર ફરી વળેલ છે. ગટરની પાઈપમાં કચરો ભરાઈ જવાી પાણીનો નિકાલ થતો નથી પરીણામે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.

આ અંગે ગ્રામ પંચાયતે કરેલ રજુઆત મુજબ ગામની ભુગર્ભ ગટર યોજનાના કામના કોન્ટ્રાકટર દ્વારા સફાઈના અભાવે તેમજ ગટરના મુખ્ય કોન્ટ્રાકટરની ટેકનીકલ ખામીને પરિણામે લોકો દુવિધા ભોગવી રહેલ છે. ગટરની સફાઈ કામનો કોન્ટ્રાકટ જીલ્લા પંચાયત તરફી આપવામાં આવેલ છે પરંતુ છેલ્લા બે-બે વર્ષથી અવાર-નવારની રજુઆતો કરવા છતાં જવાબદારો કોઈ કાર્યવાહી કરતા નથી. જીલ્લા પંચાયતના અધિકારી તા કોન્ટ્રાકટરની બેદરકારીને પરિણામે હાલ ગામમાં ઠેક-ઠેકાણે ગટરના પાણી ઉભરાય રોડ ઉપર આવે છે. ગટરની કુંડીઓ બ્લોક થઈ ગયેલ છે. પાણીનો નિકાલ ન થવાથી પાણી જમીનમાં ઉતરી લોકોના મકાનના પાયામાં ઉતરતા મકાનો ક્ષતિગ્રસ્ત થવાની ભીતિ ઉભી થયેલ છે. ગંધાતા પાણીના લઇ મચ્છરોના ત્રાસ ફેલાયેલ છે. મેલેરીયાનો ઉપદ્રવ વધતા લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહેલ છે ત્યારે તુરંત ઘટતું કરવા સરપંચ જેન્તીભાઈ વસોયા, ઉપસરપંચ રાહુલકુમાર જાડેજા, સદસ્ય કિશોરભાઈ પીપળીયા, મનસુખભાઈ ખીમસુરીયા, સગ્રામભાઈ શિયાળે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે અન્યા ગામ બંધ તા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.