Abtak Media Google News

આજથી પરીક્ષાનો ધમધમાટ શરૂ : રવિવારે પણ યોજાશે પરીક્ષા :  સીસીટીવી કેમેરા સજ્જ પરીક્ષા કેન્દ્રો

રાજકોટમાં ધો.૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા શુક્રવારથી શરૂ થઈ રહી છે. રાજકોટમાં ૧૧,૮૪૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા વહેલી પૂર્ણ કરવા માટે આ વખતે રવિવારે પણ પરીક્ષા યોજાશે. પરીક્ષા ચોરીનાં દુષણને અટકાવવા માટે સ્કવોડને બદલે સીસીટીવી કેમેરા યુક્ત પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં ધો.૧૦ માં ૬૭૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં જૂના કોર્ષમાં ૧૭૮૮, નવા કોર્ષમાં ૨૬૧૩ અને વિગ્નાન પ્રવાહમાં ૭૪૮ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા આપશે.૬,૭ અને ૮ જુલાઇનાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની અને ૯ જુલાઇના સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાશે.પરીક્ષા દરમ્યાન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કારણસિંહજી હાઈસ્કૂલ અને બાઈસાબા સ્કૂલ એમ બે ઝોન શરૂ કરવામાં આવ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.