Abtak Media Google News

સુવર્ણકાર એકતા સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

રાજકોટ સોની બજારના તમામ કારીગર, વેપારી, સેલ્સમેનને આજની સરકારની હેરાનકર્તા નીતિ સામે છેલ્લા બે વર્ષથી થતા અન્યાય, કલમ ૪૧૧નો અતિરેક તથા સોનીઓને અનામતમાં સમાવવા માટે અને રજુઆતો કરવા છતાં સતત ઉપેક્ષા થતા તાજેતરમાં સોની સમાજનો વાધેશ્ર્વરી વાડીમાં વિશાળ સંખ્યામાં સુવર્ણકારો પોતાનો રોષ ઠાલવવા ઉપસ્થિત થયા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઈ વિરાણી, કોંગ્રેસ પ્રદેશ મંત્રી અગ્રણી શિક્ષણવિદ ડો.દિનેશભાઈ ચોવટીયા, સમાજના પ્રમુખ દિનુમામા અગ્રણી જયંતિભાઈ લુણસરવાળા, કનુભાઈ મહેતાજી કરવેરા સલાહકાર વિનુભાઈ વઢવાણા વિગેરે ઉપસ્થિત થયા હતા. ૪૭ દિવસ સુધી અન્યાયી કરવેરા નાબુદી અંગે તેમજ ૪૨ દિવસ સુધી એકસાઈઝની લડત ચલાવનાર એકતા સમિતિના અગ્રણી અરવિંદભાઈ પાટડીયાએ જુસ્સાદાર ભાષામાં હાલની સરકારની બેધારી નીતિ રીતીથી થયેલી સુવર્ણકારોની વ્યથા, હાડમારી, અન્યાયી જીએસટીના અણધડ અમલીકરણ અંગે આક્રોશ ઠાલવ્યો તેમજ સમાજના અગ્રણીઓને રાજકીય સ્થાન મળે તે માટે સંગઠનને વધુ મજબુત કરવા સૌને સાથ આપવા હાંકલ કરી હતી. આ સંમેલન સમયે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કેમ્પેઈન સમિતિના અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ દ્વારા સુવર્ણકાર એકતા સમિતિના આગેવાન-લડાયક નેતા અરવિંદભાઈ પાટડીયાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કમિટિમાં નિમણુક કરતો ફેકસ ડો.દિનેશભાઈ ચોવટીયા ઉપર આવેલો તે ફીકસની કોપી નિમણુક પત્ર હજારો સુવર્ણકારોની હાજરીમાં અરવિંદભાઈ પાટડીયાને આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.આ સંમેલનને સફળ બનાવવા માટે એકતા સમિતિના અરવિંદભાઈ પાટડીયા, કમલેશભાઈ સોની, કૈલાશભાઈ રાજપરા, રાજુભાઈ લોઢીયા, જીજ્ઞેશભાઈ વાગડીયા, નૈમિષભાઈ પાટડીયા, ધી‚ભાઈ હડાળાવાળા, ભરતભાઈ ઝવેરી, હરેશભાઈ રાજપરા, વિમલ આડેસરા, જીતુભાઈ ગૌરવ, પાર્થ ઝીંઝુવાડીયા, હિરેન કોઢીયા, નવીનભાઈ કાત્રોડીયા, જે.કે.ફિચડીયા, વિનુભાઈ વઢવાણા, કનુભાઈ મહેતાજી, જયદિપ પાટડીયા, પિયુષભાઈ કાત્રોડીયા, મિતેષ પાટડીયા, શૈલેષ પાટડીયા, અરિંવદભાઈ, લલિતભાઈ પારેખ, શિરિષભાઈ રાજપરા, લાલાભાઈ બારભાયા, પ્રફુલભાઈ સાહોલીયા, સિઘ્ધાર્થ ધોળકિયા, ગૌરવ રાઘનપુરા, જયેશભાઈ ગેરીયા, જયંતિભાઈ પાટડીયા, રાજુભાઈ ધોળકિયા, અમરીષ ઝવેરી, જીતુભાઈ ફીચડીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.