Abtak Media Google News

ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એક્ઝિબિશનને મળ્યો રાજકોટવાસીઓનો બહોળો પ્રતિસાદ

રાજકોટના આશિર્વાદ હોલ ખાતે ત્રિ-દિવસીય ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એકિઝબિશનના આખરી દિવસે અબતક દ્વારા વેન્ચ્યુરી એર કનેકનટ કંપની, નેપાળના સત્યમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા કેરેલાના ટુર ઓપરેટરની મુલાકાત કરી તેમની પાસેથી પ્રતિભાવો જાણવાની કોશીષ  કરવામાં આવી હતી. સરકારના ટુરિઝમ માટેના પ્રયત્નને તેમણે વખાવ્યો હતો.

આ મુલાકાત અર્ંતગત વેન્ચુરા એર કનેકટ કંપનીના પ્રતિનિધિ જણાવે છે કે  ગુજરાત મુખ્ય શહેરો ગણાય છે. તે અમદાવાદ, રાજકોટ, સુરત, અમરેલીના માણસોને આવવા જવા માટે અમે એરકનેકટ મારફતે સેવા પુરી પાડીએ છીએ. જેનાથી તેઓનો સમય બચી રહે અને મુખ્ય બે પ્લેન લાવ્યા છીએ કેરેવન ૨૦૮ અને ૯ શીટરના બે પ્લેન અમારી પાસે છે. ડેઇલી સુરતથી અમરેલી, ભાવનગર, રાજકોટ અને અમદાવાદ દરરોજ એક સવાર અને એક સાંજ એવી રીતે સર્વીસ આપે છે. આ તકે કંપની ગુજરાત ગવર્નમેન્ટ તેમજ ટુરીઝમ કંપનીનો સારો એવો સ્પોર્ટ મળ્યો છે.

સત્યમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નેપાળના પ્રતિનિધિ જણાવે છે કે આ એકિઝબિશનમાં તેમણે ભાગ લીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે ઇન્ડિયન પબ્લિક નેપાળમાં ફરવા આવે છે ત્યારે પશુપતિનાથ, કૈલાસ પર્વત, માનસરોવર તળાવ વગેરે જગ્યાએ જવાનું વધુ પસંદ કરે છે. આ ઉપરાંત અહીંની નેચરલ જગ્યાઓ પર બોટીંગ, ટ્રેકિંગ તેમજ એડવેન્ચર કરવું તેઓને પસંદ પડે છે. આ ઉપરાંત વિવિધ બોઘ્ધ મંદિરો તેમજ શિવમંદિરોમાં જવાનું મોટા ભાગે પસંદ કરતાં હોય છે.

પ્રશાંતભાઇ જણાવે છે કે કેરાલાના ટુર ઓપરેટર અમે કોચિનથી આવ્યા છીએ. અમારી કંપનીનું નામ ઇન્ડિયન ઇમ્પેશન્સ છે અમે સાઉથ ઇન્ડિયાના સ્પેશિયાલાઇઝેશન માટે પ્રખ્યાત છીએ. કેરાલા, કર્ણાટકા, તમિલનાડુ અને આંધપ્રદેશ સાથે જોડાયેલા છીએ. કેરાલામાં કોચિન, મુનાર, થેકડી, કોવલ્લમ, એલીપી વગેરે પાણીના ઝરણાં માટે ખુબ જ પ્રખ્યાત છે. અહીં વધારે પ્રમાણમાં ફેમિલી મેમ્બરો આવે છે. પરંતુ દિવાળીના સમયસર મિત્ર વર્તુળો વધુ પ્રમાણમાં આવે છે. સપ્ટેમ્બર પછીથી ઓકટોબરમાં અમારી સીઝન ચાલુ થાય છે.

ગુજરાત સરકાર દ્વારા ટુરીઝમ ને વેગ આપવા માટે સારા પ્રયાસો થઇ રહ્યા હોવાનું આ તમામ વિવિધ ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.