Abtak Media Google News

પાંચ કિલો બરફીનો નાશ: ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારાઇ

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા નવરાત્રિ અને દશેરાના તહેવારના સંદર્ભે ફરસાણ અને મીઠાઇના વેપારીઓને ત્યાં ધોંસ બોલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત અલગ-અલગ વિસ્તારોમાં ખાણીપીણીની 16 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 19 નમૂનાનું ચેકીંગ હાથ ધરી એકને નોટિસ આપવામાં આવી છે.

Advertisement

શહેરના કોઠારીયા મેઇન રોડ પર હુડકો ક્વાર્ટર પાસે અનમોલ ફરસાણમાં ચેકીંગ દરમિયાન પાંચ કિલો વાસી બરફીનો જથ્થો મળી આવ્યો હતો જેનો નાશ કરી દેવામાં આવ્યો હતો. ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ગીતાનગર મેઇન રોડ પર બાલાજી ફરસાણમાં પણ ચેકીંગ દરમિયાન નોટિસ આપવામાં આવી હતી. અલગ-અલગ 26 દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.