Abtak Media Google News

બાળદિનથી ચાઇલ્ડ લાઇન સે દોસ્તી સપ્તાહની ઉજવણી

જામનગરમાં કોઇપણ બાળક મુસીબતમાં સપડાઇ જાય ત્યારે તેની સુરક્ષા મદદ માટે ૧૦૯૮ નંબરની ચાઇલ્ડલાઇન નામની હેલ્થલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો.

દેશમાં પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નરે‚નો જન્મદિન ૧૪ નવેમ્બર દેશભરમાં બાળદિન તરીકે ઉજવવામાં આવ્યો હોય, આ તારીખથી ચાઇલ્ડલાઇન સે દોસ્તી નામના સાપ્તાહિક ઉઝવણી (વીક) નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ સપ્તાની ઉજવણીના પ્રથમ દિને જુદા જુદા શાળાઓના બાળકોને વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લેવડાવી, તે કચેરીઓની કાર્યવાહીથી બાળકોને માહીતગાર કરાવવામાં આવ્યા. પ્રથમ દિવસે બાળકોને ગાંધીનગર રેલવે સ્ટેશન લઇ જઇ, આર.પી.એફ. અને જી.આર.પી. પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી. બાળકોએ તમામને ચાઇલ્ડ લાઇનએ દોસ્તીનો સુરક્ષા બેલ્ટ બાંધયો અને વાર્તાલાપ પણ યોજવામાં આવ્યો.

આ જ રીતે બાળકોને દરબારગઢ ખાતે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને લઇ જવામાં આવ્યા અને પોલીસ સ્ટેશનના જુદા જુદા વિભાગોની કામગીરીની વિગતો આપવામાં આવી. આ જ રીતે ગુલાબનગર રોડ પર આવેલા સેવા સદનમાંની સમાજ સુરક્ષા કચેરીની બાળકોને મુલાકાત કરાવવામાં આવી. કચેરીના મુખ્ય અધિકારી ઇસરાણીએ બાળકોને કચેરીની વિગતો જણાવી આ પ્રકારના સમગ્ર આયોજનને કારણે આ બાળકો ઉ૫રાંત જે તે વિસ્તારના બાળકો તથા વાલીઓમાં ખુશીની લાગણી ફેલાવા પામી હતી. આ કાર્યક્રમમાં નગર પ્રાથમીક શિક્ષણ સમીતીની શાળા નં.૧૭ ના બાળકોને જુદી જુદી સરકારી કચેરીઓની મુલાકાત લેવડાવવામાં આવી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રોજેકટ લીડર વિજય સોજીત્રા તથા કો. ઓર્ડીનેર પરેશ કોઠીયા તથા સંસ્થાના કાર્યકરો દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.