Abtak Media Google News

પ્રથમ તબક્કાના ૨૦ થી ૨૯ ઓકટોબર અને બીજા તબકકામાં ૧૫ થી ૨૪ નવેમ્બર સુધી એકતા રથ ફરશે

ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને યોચિત આદરાંજલિ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા ડેમ સામે સાધુ બેટ ઉપર તેમની વિશ્વની સૌથી ઊંચી, ૧૮૨ મિટર વિશાળકાય પ્રતિમાનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે, તે પૂર્વે સમગ્ર ગુજરાતમાં સામાજિક સદ્દભાવ અને એકતાનો સંદેશો લઇ એકતા યાત્રા ફરનાર છે. આ એકતા યાત્રાના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ જિલ્લામાં તા.૨૦ થી સણોસરા ગામી થશે. એકતા યાત્રા બે તબક્કામાં વિવિધ ગામોમાં ફરવાની છે. એકતા યાત્રા અંગે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદી મળી એ બાદ ભારત સામે સૌથી મોટા પ્રશ્નો પૈકી એક પ્રશ્ન હતો દેશી રજવાડાઓના વિલિનીકરણનો. સરદાર વલ્લભભાઇ પટેલે પોતાની આગવી મુત્સદ્દગીરી અને કુનેહી આ પ્રશ્નનું નિરાકરણ કર્યું હતું અને સમગ્ર ભારતને એક બનાવ્યું હતું. તે પૂર્વે એકતા યાત્રા એકતા અને સદ્દભાવનો સંદેશો લઇ રાજકોટ જિલ્લાના ગામેગામ ફરશે.

રાજકોટ જિલ્લાના પ્રથમ તબક્કામાં આવરી લેવાયેલા ગામોની સંખ્યા તાલુકા પ્રમાણે જોઇએ તો રાજકોટ તાલુકાના ૬૦, પડધરીના ૪૦, ગોંડલ, કોટડા સાંગાણી અને લોધિકાના ૩૦-૩૦ ઉપરાંત ગોંડલ નગરપાલિકામાં આ એકતા રથ ફરશે. ર ખાસ પ્રકારે બનાવવામાં આવ્યો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મિનિએચર, નર્મદા ડેમની પ્રતિકૃતિ, ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ સાથે ફરશે. જેમાં સરદાર સાહેબના જીવન કવનને લગતી દસ્તાવેજી ફિલ્મ, તેના યોગદાનનું મહાત્મ્ય સમજાવતી ફિલ્મ અને ગીતો પ્રસ્તુત થશે. રના રાત્રી રોકાણ દરમિયાન નાટિકા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે. પ્રથમ તબક્કામાં તા. ૨૦ થી ૨૯ ઓક્ટોબર અને બીજા તબક્કામાં તા. ૧૫ થી ૨૪ નવેમ્બર સુધી એકતા રથ ફરશે. રાજકોટ જિલ્લામાં કૂલ બે રથ ફરશે.

રાજકોટ તાલુકાના સણોસરા ગામેથી એકતા યાત્રાનો પ્રારંભ થશે. જ્યાં, રાજ્ય સરકારના પ્રતિનિધિ, સાંસદ, ધારાસભ્યો, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ એકતા રથને પ્રસન કરાવશે. કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ આ એકતા યાત્રામાં ઉત્સાહભેર જોડવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.