Abtak Media Google News

ભારતભરમાંથી સાધુ-સંતો પધાર્યા: અનેક ભકતજનો ઉમટી પડતા મિનિ કુંભ મેળા જેવું વાતાવરણ સર્જાયુ

માં આદ્યશકિતની આરધનામાં જયારે નવરાત્રી ઉજવાઇ રહી છે તે સાથે શહેરમાં રણછોડદાસ બાપુ આશ્રમ ખાતે સદગુરુ સેવા સદન ટ્રસ્ટ દ્વારા આશ્રમ ખાતે નવ દિવસ રામાયણના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

રામાયણના પાઠ નીમીતે રણછોડદાસ આશ્રમમાં ભારતભરમાંથી સાધુ-સંતો ઉમટી પડયા હતા. સાથે ભકતોજનોના આગમન સાથે વરસાદી માહોલ વચ્ચે પણ મીની કુંભ મેળા જેવું વાતાવરણ સર્જાર્યુ હતું.

અબતક સાથેની વાતચીતમાં સદગુરુ સદન ટ્રસ્ટના રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ટ્રસ્ટી પ્રવીણભાઇ વસાણીએ જણાવ્યું હતું કે પરમ પૂજય ભગવાન સદગુરુના સાનિઘ્યમાં આજરોજ પ્રથમ નવરાત્રીથી નવમાં નોરતા સુધી રામાજીના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતભરથી પણ જેટલા સાધુ-સંતો પધાર્યા છે ઋષિકેશ, હરિદ્વાર, વૃંદાવન, અયોઘ્યા, ચિત્રકુટ ઠેર ઠેરથી આજરોજ સાધુ-સંતો અત્રે પધાર્યા છે. જે તમામને સવારથી લઇ રાત સુધી બાલભોગ બપોરે ભંડારોને સાંજે ખીચડી-દૂધ તમામ ખાવા પીવાનું આપવામાં આવે છે. જમણવારની સાથે સાથે તમામ સાધુ સંતો રામાયણનો પાઠ નવ દિવસ સુધી કરશે.

Start-Of-Nine-Days-Ramayana-Lesson-By-Sadguru-Seva-Sadan-Trust
start-of-nine-days-ramayana-lesson-by-sadguru-seva-sadan-trust

સદગુરુ ગુરુજીએ કહ્યા મુજબ સદગુરુ સદન ટ્રસ્ટ અને આશ્રમમાં સદાય બિરાજમાન છે જેના સાનિઘ્યમાં અને જેમની કૃપાથી રામાયણજીના નવ દિવસના પાઠ છે. પહેલા નોરતે નૈત્રીયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી સુધી રામાયણના પાઠની સાથે સદગુરુ સદન ટ્રસ્ટ આંખની હોસ્પિટલમાં પણ દર્દીઓને તપાસથી માંડી ઓપરેશન સુધી તમામ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. સાથો સાથ દાતાઓ દ્વારા પણ સાધુ સંતોને સોગાત  આપવામાં આવે છે. આટલો વરસાદ હોવા છતાં પણ આશ્રમમાં મીની કુંભ મેળા જેવું વાતાવરણ જોવા મળે એ જનતાઓને રામાયણના પાઠ અને દર્શન કરવા મને પ્રસાદ લેવા વિનંતી કરું છું.

ચૈત્ર સુદ એકમથી નોમ અને નવરાત્રી આસો સુદ એકમથી નોમ રામાયણના પાઠ કરવામાં આવે છે. અને છેલ્લા ૪ર વર્ષથી રામ નામની ધુન ચાલે છે. સાધુ સંતોની સાથે ર૦૦ જેટલા સમષ્ટી માટે ટીફીન પણ મોકલવામાં આવે છે. ગુરુદેવજીની કૃપાથી ૧૦૦૦ ભકતજનોનો પ્રસાદ  પણ અહિં થાય છે દર્દીઓને સારવારની સાથે પરિવહન પણ નિ:શુલ્ક કરવામાં આવે છે જેમનું જમણવાર પણ અત્રે જ વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.