Abtak Media Google News

ઓનલાઈન છેતરપિંડીનાં વધતા જતા પ્રમાણને ધ્યાને લઈને શહેરની ૩૫ શાખાઓમાં ગ્રાહકોને જાગૃત કરાશે

એચડીએફસી બેંક લિમિટેડે આજે તેના સિકયોર બેકિંગ પ્રોગ્રામનો રાજકોટમાં પ્રારંભ કર્યો છે. આ પહેલ એ ગ્રાહકોમાં સલામત બેંકીંગ પ્રણાલિ અંગે જાગૃતિ પેદા કરવા બેંકે હાથ ધરેલા પ્રયાસનો એક હિસ્સો છે. આ પ્રોગ્રામ રાજકોટ અને આસપાસની ૩૫ શાખાઓમાં શરૂકરીને ગ્રાહકોને જાગૃત કરાશે અને સામાન્ય જનતામાં પણ જાગૃતિ પેદા કરાશે. આ પહેલ શહેરમાં યોજાયેલા એક સમારંભમાં એચડીએફસી બેંકના, રાજકોટના કલસ્ટર હેડ હર્ષલ નહે‚ અને કલસ્ટર હેડ સુશીલ બહોરા દ્વારા એચડીએફસી બેંકનાં અન્ય સિનિયર અધિકારીઓની હાજરીમાં શરૂ કરાયો હતો.

સિકયોર બેંકીંગ પહેલમાં સંખ્યાબંધ વર્કશોપનો સમાવેશ થશે, જેમાં બેંકીંગ વ્યવહારો હાથ ધરવાની સાથે સાથે તેમણે કાળજી રાખવાની છે તે બાબતો અંગે પ્રેઝન્ટેશન્સ રજુ કરીને તેમને જાગૃત કરાશે. આ પ્રોગ્રામમાં નેટ બેંકીંગ, મોબાઈલ એપ્પ, એટીએમનાં વ્યવહારોનો સમાવેશ કરીને, ડેબીટ અથવા ક્રેડિટ કાર્ડના પીઓએસ ટર્મિનલમાં, મર્ચન્ટ આઉટલેટમાં અને ઓનલાઈન બેંકીંગમાં ઉપયોગ અંગે જાગૃતિનો સમાવેશ કરાયો છે. આ પ્રોગ્રામમાં સામાન્ય જનતાને સ્કીમીંગ, વિશીંગ, ફીશીંગ, ડેટામાં ગોલમાલ, ઓળખ બદલી, ઈ-કોમર્સ ટ્રેન્ડઝ, સીમ ડુપ્લીકેશન અને ઈમેલ થ્રેટ અંગે જાણકારી આપવામાં આવશે. આ વર્કશોપ સામાન્ય જનતા માટે પણ ખુલ્લી મુકવામાં આવી છે. ગ્રાહકો અને બિનગ્રાહકો પણ શહેરની શાખાઓમાં યોજાનાર આ સંખ્યાબંધ વર્કશોપમાં હાજરી આપી શકશે. આ ઉપરાંત એટીએમ સ્ક્રીન્સ, મોબાઈલ બેંકીંગ એપ્પ અને એચડીએફસી બેંકની વેબસાઈટ જેવી અન્ય ચેનલોનો ઉપયોગ કરીને સિકયોર બેંકીંગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.

એચડીએફસી બેંકના રાજકોટ કલસ્ટર હેડ હર્ષલ નહે‚ જણાવે છે કે, સામાજીક સ્તરે જવાબદાર કોર્પોરેટ સિટીઝન તરીકે અમે તમામ લોકો માટે બેંકીંગને સલામત અને સુરક્ષિત બનાવવા પ્રયાસ કર્યો છે. ભારતમાં બેંકીંગે છેલ્લા બે દાયકામાં અદભુત પ્રગતિ સાધી અને અને આગેકૂચ ચાલુ રહી છે. ટેકનોલોજીના ઉદભવની સાથે સાથે ગ્રાહકો જેનો ભોગ બની શકે છે તે સંભવિત છેતરપિંડીઓ અંગે તેમને જાગૃત કરવાની જરૂર છે. એક સજાગ અને સુમાહિતગાર ગ્રાહક પોતાની બેંકીંગ ડિટેઈલ ખોટી રીતે જાહેર કરવાથી બચી જશે. આ એક સરળ પ્રેઝન્ટેશન વડે અમે જાહેર જનતામાં સલામત બેંકીંગ પ્રણાલિ અંગે ભારે જાગૃતિ પેદા કરવા માટે આશાવાદી છીએ.

ફ્રોડથી બચવા આટલું અવશ્ય કરો

 

– તમારો પિન અને પાસવર્ડ કોઈને આપશો નહીં.

– તમે જયારે પણ તમારું સરનામું, સંપર્ક નંબર અથવા તો ઈમેલ આઈડી બદલો ત્યારે બેંકને માહિતગાર કરો.

– તમામ આઈડી એડ્રેસ પ્રુફ અને અંગત માહિતીઓ સલામત સ્થળે રાખો.

– તમારો પ્રાદેશિક ફોન બેંકીંગ નંબર તમારી સંપર્ક યાદીમાં જાળવી રાખો. તમારું કાર્ડ ખોવાઈ કે ચોરાઈ ગયું હોય અથવા તો ઓચિંતા આર્થિક વ્યવહાર અંગે એલર્ટ કરવા માટે તાકીદની પરિસ્થિતિમાં તે તમને ઉપયોગી નિવડશે. તમે એચડીએફસી બેંકના સ્થાનિક ફોન બેકીંગ નંબરનો પણ સંપર્ક કરી શકો છો.

– તમારું ક્રેડિટ કે ડેબીટ કાર્ડ ખોવાઈ કે ચોરાઈ જાય તો તાત્કાલિક ફોન બેંકીંગ મારફતે માહિતી આપો.

– જો તમને તમારો મોબાઈલ ફોન નંબર બંધ જણાય અથવા તો ફોન ઉપાડી શકો નહીં તો, કૃપયા તમારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરનો તાત્કાલિક સંપર્ક કરો અને શા માટે આવું થયું છે તે અંગેની જાણકારી મેળવો.

– તમારી બેંકમાંથી મોકલાયેલા એલર્ટસ અને સ્ટેટમેન્ટ બાબતે કયારેય બેદરકારી દાખવશો નહીં.

– કોરા ચેક ઉપર સહી કરશો નહીં અને બેંક અથવા તો અન્ય સંસ્થામાંથી આવું છું એવું કહેનારને આવા ચેક આપશો નહીં. હંમેશા ચેક સાઈન કરતાં પહેલા ચેક જેને આપવામાં આવ્યો છે તેનું નામ અને રકમ નોંધી રાખો.

– એટીએમ અથવા તો બેંકના કેશ કાઉન્ટર ઉપર નોટો ગણવા માટે કોઈપણ અજાણી વ્યકિતની મદદ લેશો નહીં.

– માત્ર અધિકૃત એપ્પ સ્ટોરમાંથી જ મોબાઈલ બેંકીંગ એપ્સ ડાઉનલોડ કરો.

– તમારા મોબાઈલ, ટેબલેટ, લેપટોપ વગેરે પબ્લિક વાઈ-ફાઈ સાથે જોડાયા હોય ત્યારે તેના પરથી બેંકીંગ વ્યવહારો કરશો નહીં, કારણકે તે ખુલ્લા અને અસલામત હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.