Abtak Media Google News

પ્યાસીઓની આતુરતાનો અંત

સિવિલમાં ૨૮ હેલ્થ પરમીટ ધારકોનું લિસ્ટ રોગી કલ્યાણ સમિતિમાં મોકલાયું ૨૭ અરજદારોનું એક્ઝામીનેશન કરાયું ; નવા ૨૦ અરજદારોને આજે બોલાવાયા

રાજકોટમાં ગોકળગાય ગતિએ શરુ થયેલા હેલ્થ પરમીટની નવી કામગીરી-રીન્યુની કામગીરીમાં પ્રારંભે ૨૮ અરજદારોનું લિસ્ટ રોગી કલ્યાણ સમિતિમાં મોકલવામાં આવ્યું છે. જેમાં ૨૭ લોકોનું એક્ઝામીનેશન થઈ ગયાનું તથા હાલ આજરોજ નવા ૨૦ અરજદારોને હેલ્થ પરમીટ માટે બોલવામાં આવ્યા હોવાનું રોગી કલ્યાણ સમિતિમાંથી જાણવા મળ્યું છે.

Advertisement

કોરના મહામારી વચ્ચે ૧૦ માસથી બંધ થયેલી હેલ્થ પરમીટની કામગીરી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ફરી શરુ કરવામાં આવી છે. પરતું હેલ્થ પરમીટ મેળવવા માટેની પ્રોસીઝર ખુબ અઘરી, અટપટી, ખુબ ખર્ચાળ આરોગ્ય વિભાગની કમિટી દ્વારા બનાવી દેવામાં આવતા અને રોગ કલ્યાણ સમિતિમાં ધરાર રૂ.૪૫૦૦૦ નું દાન દેવું પડશે તેવું નક્કી કરી નાખતા પરમીટ ધારકોમાં દેકારો બોલી ગયો હતો. પ્રથમ પરમીટ ધારકોમાં દેકારો બોલી ગયા બાદ ઓનલાઈન પ્રક્રિયા કરી દેવામાં આવતા વચેટીયામાં પણ નારાજગી જાગી છે,હાલ દારૂની હેલ્થ પરમીટ રીન્યુ કરાવવાની કામગીરીમાં પરમીટ ધારકોના એજન્ટ  એટલે કે વચેટીયાઓનો ત્રાસ દૂર કરવા માટે રોગી કલ્યાણ સમિતિમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવનું સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું.

તાજેતરમાં જ રોગી કલ્યાણ સમિતિમાં ધારાસભ્ય, સાંસદ સહિત ૨૮ સભ્યોએ આરોગ્ય કમિશનરના નવા ઠરાવને મંજૂરી આપી હેલ્થ પરમીટી રીન્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.હાલ ૨૮ પરમીટ ધારકોનું લિસ્ટ તૈયાર કરી રોગી કલ્યાણ સમિતિમાં મોકલવામાં આવ્યું હતું. હાલ ૧૧૫૦ હેલ્થ પરમીટી ધારકોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને ઓનલાઈન કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.