Abtak Media Google News

ઉંઝા-અમદાવાદની ૧૬ વેપારી પેઢીઓ અને ૧૫ ટ્રાન્સપોર્ટરોને ત્યાં: દરોડા: ત્રણ દિ’ની તપાસના અંતે રૂ. ૬૩ લાખની રિકવરી: થોકબંધ હિસાબી સાહિત્ય પણ જપ્ત

સ્ટેટ જી.એસ.ટી. વિભાગની એન્ફોર્સમેન્ટ વિગ દ્વારા ઉંઝા અને અમદાવાદ ખાતે જી‚ અને તમાકુના ૧૬ જેટલા વેપારીઓ અને ૧૫ જેટલા જુદા જુદા ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા પાડી બિલ વિના વેંચાણનું કૌભાંડ ઝડપી લઈ હજુ ચાલુ તપાસ દરમ્યાન રૂ. ૬૩ લશખની રિકવરી કરી હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ જી.એસ.ટી. તંત્રએ ઉંઝાની પટેલ કમલ કુમાર રમણભાઈ વિરટ્રેડર્સ, આર્યન એન્ટ એમ.પી. કોમોડીટી પ્રા.લી. મહારાજા સ્પાઈસિઝ, પટેલ ગોવિંદ ઈશ્વરલાલ, યુ.એન. ઈન્ટરનેટ સર્વીસ, પ્રોવાડર, શિતલ ટ્રેડર્સ, રાકેશ એન્ટરપ્રાઈઝ, શિવસન ઈન્ટરનેશનલ, વિ. મુકેશ કુમાર એન્ડ કાૃં. મેહુલ ટોબેકો, જયહેથ એન્ટરપ્રાઈઝ, વન્સ એન્ટરપ્રાઈઝ, તથા અમદાવાદની લક્ષ્મીટ્રેડર્સ, અને જગન્નાથ સેલ્સ, ઉપર દરોડા પાડયા હતા.

આ સાથે ઉંઝાનાં જ ૧૫ ટ્રાન્સપોર્ટરોને ત્યાં પણ તપાસો હાથ ધરાઈ છે. છેલ્લા ત્રણેક દિવસથી ચાલતી આ તપાસનાં અંતે ઉપરોકત વેપારી પેઢીઓ ઈવે બિલ જનરેટ કરી બાદ તેને કેન્સલ કરી અને માલ વેંચાણ કરતા હતા. ઉપરાંત બે નંબરી માલનું પણ વેંચાણ કરતા હોવાનું હાલ ખૂલવા પામ્યું ચે. એકંદરે હાલ બિલવિના વેંચાણનું કૌભાંડ ચાલતુ હોવાનું બહાર આવેલ છે. બિલવિનાના આ કારોબારમાં ૭ થી ૮ ટ્રાન્સપોર્ટ પેઢી પણ સંકળાયેલી હોવાનું તંત્રનું અનુમાન છે.

આ અંગે જી.એસ.ટી. સત્રોનાં જણાવ્યા મુજબ ઉંઝા ખાતે છેલ્લા ત્રણ દિવસથી ચાલતી જૠજઝ ટીમના સર્ચ ઓપરેશનમાં ઊંડાણપૂર્વકની ચકાસણીના પરિણામે હાલ ૮ કેસમાં પ્રાથમિક રૂ.૬૩ લાખની વસુલાત કરવામાં આવેલ છે.ટ્રાન્સપોર્ટરના કિસ્સાઓમાં કરચોરીમાં સામેલ તમામ વેપારીઓના વ્યવહારમાં સંકળાયેલ સંલગ્ન હિસાબી સાહિત્ય જપ્ત કરી તેની ચકાસણી કાર્યવાહી કરવામાં આવનાર છે.

અન્ય વેપારીઓના કિસ્સામાં તેઓએ કરેલ તમામ ખરીદ વેચાણના વ્યવહારોની ચકાસણી કાર્યવાહી હાલમાં ચાલુ છે. જે પૂર્ણ થયેથી કરચોરીની રકમ વધશે. હાલમાં પ્રાથમિક ચકાસણીના આધારે રૂ.૬૩ લાખની વસુલાત કરવામાં આવેલ છે. વેપારીનું હિસાબી સાહિત્ય જપ્ત કરી તેની સઘન ચકાસણી કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.