Abtak Media Google News

ડી.કે. સખીયા, દિનેશ પરસાણા અને ઘનશ્યામ પાંભરને હાઇકોર્ટની શરત: આગોતરા જામીન અરજીની કાલે સુનાવણી

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ નજીક રહેતા અને પટેલ ઉઘોગપતિએ વ્યાજખોરના ત્રાસથી ઝેરી પી આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકની પત્નીની ફરીયાદ પરથી ધરપકડની દહેશતથી સાત શખ્સોએ કરેલી આગોતરા જામીન અરજીની અને ડી.કે. સખીયાના પુત્રે ફરીયાદ રદ કરવા કરેલી અરજીની કાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

Advertisement

વધુમાં શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ નજીક રહેતા અને લોધીકાના છાપરા ગામે ઇશ્ર્વર ઇન્ડસ્ટ્રીઝના માલીક રમેશ ગમઢા નામના કારખાનેદારે પોતાની ફેકટરીમાં ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત નિપજયું હતું.

આ બનાવમાં મૃતક રમેશભાઇ ગમઢાના પત્ની જીજ્ઞાબેન ગમઢાએ પોલીસ ફરીયાદ અને સુસાઇટ નોટના આધારે ૧૭ શખ્સો સામે ફરીયાદ નોંધવામાં આવી છે.

પોલીસની ભીંસની વધતા ૧૭ પૈકી સાત વ્યાજખોર શખ્સોએ ગોંડલથી કોર્ટમા ધરપકડની દહેશતથી આગોતરા જામીન અરજી કરી હતી. જેની આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

જયારે જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, ભાજપ અગ્રણી દિનેશ પરસાણાને હાઇકોર્ટે ધરપકડ સામે સ્ટે આપ્યો હતો. ઉપરાંત ડી.કે. સખીયાના પુત્રે ફરીયાદ રદ કરવા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરેલી જેની આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉપરોકત નોંધાયેલ ગુનાના કામેના આરોપી ઘનશ્યામ વલ્લભભાઇ પાંભરે પોતાની સામેની ફરીયાદ રદ કરવા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી પીટીશનના નીકાલ સુધી ધરપકડ સામે સ્ટેની માંગણી કરેલી જે કામ આજરોજ ચાલી જતાં હાઇકોર્ટ દ્વારા સમગ્ર હકીકતો ઘ્યાને લઇ આરોપી ઘનશ્યામ પાંભરની ધરપકડ સામે મનાઇ ફરમાવતો હુકમ ફરમાવવામાં આવેલો છે. વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં હાથ ધરવામાં આવશે. ઉપરોકત કામમાં ઘનશ્યામ પાંભર વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ  શાહી સંજય ઠુંમર મહાદેવ દુધાગરાજય પારેડી, કૈલાસ જાની હિરેન ડોબરીયા તથા હાઇકોર્ટના આશીષ દગલી તથા પ્રકાશભાઇ ઠકકર રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.