Abtak Media Google News

દીકરીના લગ્નના દાગીના પર હાથ ફેરી: પોલીસે સી.સી.ટીવી આધારે તપાસ હાથ ધરી

જેતપુરના નવાગઢમાં બે અલગ અલગ જગ્યાએ તસ્કરો હાથ અજમાવી કાળા કરી ગયા હતા જાણવા મળતી વિગત અનુસાર નવાગઢ માં ગઢની રાંગ વિસ્તારમાં  વર્ધમાન ડાઈગ સામે મહમદભાઈ ઓસમાણ ભાઈ કારીયાળી ના ઘરે રાત્રી દરમિયાન કોઈ અજાણીયો સક્સ  એક મોટર સાઇકલ નંબર લષજ્ઞ૩ ષજ્ઞ ૦૬૨૭ જેનિ કીમત ૩૦૦૦૦ હોઈ જે  મોટર સાઇકલ મોહમ્મદ ભાઈ ના ફળિયામાં હોઈ અને તેમાં ચાવી લાગેલ હતી તે કોઈ શખ્સ ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ નોંધાવી છે

જ્યારે બીજા બનાવ માં આજ વિસ્તારમાં ગેસના ગોડાઉન પાસે રેહતા સીરાજભાઈ ઇશાભાઈ સોઢા ગત રાત્રે પોતાને ઘરે દરવાજા ખુલ્લા રાખી સુઈ ગયા હતા ત્યારે વહેલી સવારે અચાનક તેની ઊંઘ ઉડી જતા તેને જોયેલ કે કબાટ ની ચાવી જે કપડાં નીચે રાખેલ હતી તે કબાટ માં લટકતી હતી અને કબાટ નો સમાન વેરવીખેર જોવા મળ્યો હતો જે અંગે તેને તેની પત્ની ને જગાડી જોયું તો ઘરમાં દરેક સમાન વેરવિખેર હલાતમાં જોવા મળ્યો હતો કબાટમાં રહેલ સોનાના ચાંદીના  દાગીના કિંમત ૧.૨૬ લાખ તેમજ વેપારના રૂ.૨૦ હજાર આ શકશો લઇ ફરાર થઈ ગયા હતા

ફરિયાદી સીરાજભાઈ ના ઘરે થોડા સમય બાદ તેની પુત્રી રૂકસાના ના લગન હોઈ તેથી થોડા થોડા દાગીના તે લોકો ઘરમાં જમા કરી રહ્યા હતા

અગાવ પણ થોડા દિવસ પહેલા આજ વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી થઈ હતી

પોલીસે આ વિસ્તારમાં આવેલ સી.સી.કેમેરા માં તપાસ શરૂ કરી છે આ વિસ્તારમાં થઈ રહેલા ચોરીમાં કોઈ જાણભેળું હોવાની પોલીસ શંકા સેવાઇ રહી છે .આ અંગેની તપાસ પી.આઈ. એમ.એન.રાણા ચલાવી રહયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.