Abtak Media Google News

વોર્ડ નં.૧૨માં જય ગુરુદેવ પાર્કમાં પણ પાણીચોરી પકડાઈ

મહાપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૧ અને વોર્ડ નં.૧૨માં અલગ-અલગ સોસાયટીઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કુલ ૩૫ ભુતીયા નળજોડાણ કપાત કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના આદેશના પગલે આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં વોર્ડ નં.૧માં આવેલા રૈયા ગામમાં ૧૦૦ વારીયામાં ૨૬ ભુતીયા નળ કનેકશનો મળી આવ્યા હતા જે કપાત કરવામાં આવ્યા છે ત્યારબાદ વોટર વર્કસ શાખાની ટીમ વોર્ડ નં.૧૨માં ત્રાટકી હતી. અહીં જય ગુરુદેવ પાર્ક શેરી નં.૧,૨,૩ અને ૪માં ચેકિંગ દરમિયાન ૯ ભુતીયા મળી આવ્યા હતા જે કપાત કરાયા હતા. આજે કુલ ૩૫ ભુતીયા નળજોડાણોને કાપવામાં આવ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.