Abtak Media Google News

કેરીયર લોન્ચર આયોજીત ઇન્કવીઝીટીવ માઇન્ડ ક્વિઝમાં સ્થાનીક સ્તરે ઉચ્ચતમ દેખાવ કર્યા બાદ રાષ્ટ્રીય સ્તરે ચોથા રનર્સઅપ વિજેતા બી મારવાડીનું નામ કર્યુ રોશન

મારવાડી યુનિવસીટીના વિઘાર્થીઓ માટે તાજેતરમાં કેરીયર લોન્ચર દ્વારા ઇન્કવીઝીટીવ માઇન્ડ કિવઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનીક સ્તરે ઇન્ટર કોલેજની સ્પર્ધામાં ઉચ્ચતમ દેખાવ કર્યા પછી મારવાડી યુનિવસીટીના બી.બી.. (ઓનર્સા ના વિઘાર્થીઓએ ભારતની સૌથી મોટી ઇન્ટર કોલેજ કિવઝ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે મારવાડી યુનિવસીટીનું નામ રોશન કર્યુ છે. અને રાષ્ટ્રીય સ્તરે ૪થા રનર્સ અપ તરીકે વિજેતા બન્યા છે.બી.બી.. પ્રથમ સેમેસ્ટરના વિઘાર્થીઓ અનમોલગીરી ગોસ્વામી શાયોના હીરપરા અને હરદેવ ખાચરે પાંચ અલગ અલગ સ્તરે સ્પર્ધા કરીને ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા હતા.

Advertisement

જયાં તેઓ કોલેજ રાઉન્ડમાં ૧૪૩ સ્પર્ધકને મહાત આપીને રાજકોટ ખાતે યોજાયેલ ટોચના ૪ સીટીરાઉન્ડમાં વિજેતા બન્યા બાદ મુંબઇ ખાતેના પ્રાદેશિક રાઉન્ડમાં પ્રવેશ્યા અને સમગ્ર પશ્ર્ચિમ ઝોનના વિઘાથી સાથે સ્પર્ધા કર્યા બાદ બેગલુરુમાં નેશનલ સેમી ફાઇનલ સુધી પહોચ્યા અને ત્યાં તેઓ આ દેશના ટોચના ૧ર વિઘાર્થીઓ સાથે ફાઇનલમાં પહોચ્યા હતા અને ૪થા રનર્સ અપ નો ખિતાબ મેળવી તેઓ ભારતના સમગ્ર પશ્ર્ચિમ ઝોન માટે પ્રાદેશિક ચેમ્પીયન બન્યા હતા.

મારવાડી યુનિવસીટીમાંથી ડો. સુનીલ કુમાર જખોળીયા ના માર્ગદર્શન હેઠળ પ્રો. પારસ રુઘાણી દ્વારા સંકલિત કરવામાં આવ્યો હતો.મારવાડી યુનિવસીટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા દ્વારા વિજેતા પામેલ વિઘાર્થીઓની સિઘ્ધિને બીરદાવી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.