Abtak Media Google News

સરકારી વ્યવહારમાં દલીત શબ્દની જગ્યાએ અનુસુચિત જાતિનો ઉપયોગ થશે

થોડા દિવસ પહેલા કેન્દ્રીય સામાજિક ન્યાય તા અધિકારીતા મંત્રાલયે તમામ રાજયોને લેખીત આદેશ આપ્યો હતો કે, હવે સરકારી સ્થળ પર કે કયાંય પણ દલીત શબ્દનો પ્રયોગ કરવો નહીં. જેના અનુસંધાને ગુજરાત સરકારી કામગીરીમાંથી દલીત શબ્દની બાદબાકી કરી છે.

તાજેતરમાં ગુજરાતના સામાજિક ન્યાય મંત્રી ઈશ્ર્વર પરમારે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે અઠવાડિયા પહેલા તમામ રાજયોને ઓફિશીયલ કોમ્યુનિકેશનમાં દલીત શબ્દનો ઉપયોગ ન કરવા કહ્યું હતું. માટે હવે દલીતની જગ્યાએ શેડયુલ કાસ્ટ શબ્દ વાપરી શકાય છે. અગાઉ મહારાષ્ટ્ર હાઈકોર્ટ દ્વારા પણ સરકારી દસ્તાવેજો અને અન્ય કોઈ જગ્યાએ દલીત શબ્દનો ઉપયોગ કરવા પર રોક લગાવાઈ હતી.અહીં ઉલ્લેખનીય છે કે, દલીત શબ્દનો પ્રયોગ સંવિધાનમાં કયાંય નથી. વર્ષ ૧૯૯૦માં આજ પ્રકારનો એક આદેશ થયો હતો. જેમાં સરકારી દસ્તાવેજોમાં અનુસુચિત જાતિના લોકો માટે ફકત જાતિ લખવા નિર્દેશ અપાયા હતા. ગુજરાત સરકારના નિર્ણય બાદ દલીત આગેવાનોમાં આ મુદ્દે મતમતાંતર જોવા મળી રહ્યાં છે.

વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલીત આગેવાન જીજ્ઞેશ મેવાણીએ સરકારના આ પગલાને મુર્ખામી ભર્યું ગણાવ્યું છે.

જયારે દલીત એકટીવિસ્ટ માર્ટીન મેકવાનના મત અનુસાર સરકારી સંદેશા વ્યવહારમાં ગુંચવળો ટાળવા આ નિર્ણય લેવાયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.