Abtak Media Google News

મોરબી રાજ્યની નેશનલાઇઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેંકમાંથી ખેડૂતોએ લીધેલ ટુંકી મુદતના પાક ધિરાણ ભરપાઇ કરવાની સમય મર્યાદાની મુદ્ત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.

Advertisement

મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનોના હિતમાં એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના આવા તમામ ખેડૂતો માટે 30 જૂન સુધીની રાજ્ય સરકારની 4 ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર ચૂકવશે. મુખ્યમંત્રી વિજયભાઇએ કોરોના સંકટના આ સમયે રાજ્યના ધરતી પુત્રોને મોટી આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

આ નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત રૂા.241.50 કરોડનો ખર્ચ ભોગવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી છે. તેવામાં વાવાઝોડાએ પણ વિનાશ વેરતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો હતો, ત્યારે ખેડૂતોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નવા ધિરાણ માટે સમય 30 જૂન સુધી લંબાવવાનો મહત્વ નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.