Abtak Media Google News

રંગલુ રાજકોટ ઘણી બધી પ્રવૃતિથી સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. એમાં પણ સંગીતક્ષેત્રે પણ આજે ઝડપભેર આગળ વધી રહ્યું છે. લગભગ ૮૦ થી પણ વધારે સંગીત એકેડમી આવેલી છે નવા ગાયક કલાકારનો ઉત્સાહ વધે અને તેને સ્ટેજ મળે તેવા શુભ હેતુથી ‘ફેન્ડઝ મ્યુેઝીકલ ગ્રુપ’રાજકોટના શ્રીમતિ નીલાબેન હિંડોચા તથા રીટાયર્ડ ઇન્કમ ટેકસ ઓફીસર નવનીતભાઇ હીડોચા દ્વારા તા. ૧ર ને રવિવાનાર જો સાંજે ૫.૪૫ કલાકે ઇવનીંગ પોસ્ટ જીલ્લા બેંક ચૌધરી હાઇસ્કુલ પાસે રાજકોટ ખાતે યોજવામાં આવનાર છે.

Advertisement

આ કાર્યક્રમમાં જુના નવા હિન્દી કુલ ૩૦ જેટલા ગીતો રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમ કરાઓકે મ્યુઝીક ઓરકેસ્ટ્રા ના સથવારે રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમ ખાસ કરીને સીનીયર સીટીઝન કલબના સભ્યો તથા આમંત્રીત મહેમાનો તથા રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે ફ્રિ ઓફ કોસ્ટ રાખેલ છે. એન્ટ્રી પાસ મેળવવા માટે મુખ્ય આયોજક શ્રીમતિ નીલાબેન હિંડોચા મો. ૯૪૨૬૭ ૮૫૦૯૯ તથા નવનીતભાઇ હીંડોચા મો.નં. ૯૭૨૬૧ ૯૯૭૯૯ સંપર્ક કરવો રહેશે.

ઇવનીંગ પોસ્ટ સ્થળ પરથી કાર્યક્રમના દિવસે પાસ મળી શકશે. આ કાર્યક્રમમાં ગીતો રજુ થશે જેવા કે (૧) યહા હૈ વો સાંજ ઔર સબેરા (ર) જાને ચમન સોલા બદન (૩) જાનેજા ઢુંઢતા ફીર રહા (૪) લુંટે કોઇ મનકા નગર (પા ઓ મેરી ઓ મેરી સમીલી (૬) ઓ મહેબુબા તેરે દિલ કે પાસ (૭) તેરે મેરે સપને જેવા યાદગાર ગીતોની રમઝટ બોલશે. આ કાર્યક્રમની સ્ક્રીપટમાં  એવા જુના નવા હિન્દી ફિલ્મો ગીતોને રજુ કરવામાં આવનાર હોય સંગીત પ્રેમી ભાઇઓ તથા બહેનોમાં આ પ્રોગ્રામનો લ્હાવો લેવા સાંભળવા ખાસ ઉત્સાહ પ્રવૃતિ રહેલ છે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પી.ટી.જાડેજા આંતર રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજપુત યુવા સંઘ મનોહરસિંહ જાડેજા, ડી.સી.પી. ઝોન-ર રાજકોટ શહેર પોલીસ સંગીત તજજ્ઞોમાં લલીતભાઇ ત્રિવેદી સ્વર સાધના પ્રો. એચ.પી. પટેલ, સ્વર સાધના ઘનશ્યામભાઇ રાવલ, રાજેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, ઇવનીંગ પોસ્ટ જેવા ઉ૫સ્થિત રહેનાર છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક શ્રીમતિ નીલાબેન હિંડોચા, નવનીતભાઇ હિંડોચા, કિશોરભાઇ દાવડા, કિશોરસિંહ જેઠવા, નટુભાઇ રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે.અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ કાર્યક્રમનું સંચાલન એન્કરીંગ ક્રિષ્નકાંતભાઇ ઉપાઘ્યાય સફળતા પૂર્વક સંભાળશે. શ્રીમતિ નલીાબેન હિંડોચા, નવનીતભાઇ હિંડોચા, કિશોરસિંહ જેઠવા, કિશોરભાઇ દાવડા, નીતાબેન ઉપાઘ્યાય, મીતા બેન કટારીયા વિગેરેએ વિગતો આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.