Abtak Media Google News

સીઝન્સ સ્કવેર મોલ ખાતે આયોજન; આંખના નિષ્ણાંત ડો.જતીન પટેલ માર્ગદર્શન આપશે; ટ્રસ્ટના હોદ્દેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

આંખ શરીરનું ખૂબ જ મહત્વનું અંગે છે. એનાી આપણે રંગબેરંગી દુનિયા નિહાળી શકીએ છીએ. આંખ ન હોય તો અંધકાર છવાઈ જાય. એટલે જ કુદરતે આંખોની દ્રષ્ટિ અસ્પષ્ટ વા લાગે ત્યારે મોતિયો, ઝામર કે વ્હેલરની સમસ્યા માટે લોકો નિદાન કરાવતા હોય છે. પરંતુ બધા કિસ્સાઓમાં એવું હોતું ની. કેટલાક કિસ્સાઓમાં તે ફલોટર જેવી બિમારી પણ હોય છે. જી હાં ! સાંભળીને આશ્ર્ચર્ય થાય એવો નવો શબ્દ છે આ આઈ ફલોટર.

Advertisement

આઈ ફલોટર એવી બિમારી છે કે એમાં દ્રષ્ટ સ્પષ્ટ દેખાય પણ વારંવાર જે તે દ્રશ્ય જોવામાં વાંચન કરવામાં ખલેલ પહોંચે. આંખોમાં આડે આછાં કાળા રંગનું તરતું વાદળ જેવું આવી જાય છે અને દ્રષ્ટિ સાતત્યનો ભંગ કરી નાંખે. આંખની મૂવમેન્ટ મો આવા ફલોટર્સ તરતા રહે અને ફરી કશુંક વાંચીએ કે બારીક કામકાજ કરતા હોઈએ ત્યારે તે આડાં ઉતરે અને દ્રષ્ટને બગાડી નાખે છે. આઈ ફલોટર્સ નાના ટપકાં જેવા ખાખી કે કાળા રંગના, આડી અવળી કે વાંકી ચૂંકી લીટી જેવા, ગોળ, અસામાન્ય આકાર કે કરોળિયાના જાળા જેવા આકારના પણ હોય છે. જ્યારે પણ ધ્યાન કેન્દ્રીત કરવાનું કામ તું હોય ત્યારે આડા ઉતરે એટલે જ એનું નામ ફલોટર્સ પડેલું છે.

આઈ ફલોટર્સ શું છે ? કોને અને કેવી રીતે થાય છે ? શું તકલીફ પહોંચાડે છે ? એનો ઈલાજ શું ? વગેરે જેવા અસંખ્ય પ્રશ્ર્નો લોકોના મનમાં ઉઠતા રહે છે. આ તમામ પ્રશ્ર્નોના નિરાકરણ માટે રાજકોટના સીઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક માર્ગદર્શક સેમીનારનું આયોજન તા.૧૧ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે સાંજે પાંચી સાત વાગ્યા દરમિયાન સીઝન્સ સ્કવેર મોલ, અમીત માર્ગ ખાતે કરવામાં આવ્યું છે. સેમીનારમાં શહેરના પ્રખ્યાત આંખના સ્પેશ્યાલીસ્ટ ડોકટર જતીન પટેલ ઉપસ્તિ રહીને માર્ગદર્શન આપશે. સેમીનારમાં પ્રવેશ નિ:શુલ્ક છે.

સફેદ કાગળ કે કોમ્પ્યુટરમાં સફેદ બેકગ્રાઉન્ડ સો કામકાજ કરવાનું હોય ત્યારે તે ખૂબ તકલીફ પહોંચાડે છે. ફલોટર્સ નજરેને નુકસાન પહોંચાડતા ની પણ વિઝનને મુશ્કેલ બનાવતા જાય છે. આ રોગ સામાન્ય રીતે પચાસ વર્ષની ઉંમર કે તેનાી મોટી વ્યક્તિને થાય છે. પણ હવે નાની ઉંમરમાં પણ ઘણી વખત દેખાય છે. લોકો એનાી બેખબર હોય છે એ કારણે તે નજર અંદાજ કરી રહ્યાં હોય છે.

ડો.જતીન પટેલ કહે છે, વધતી ઉંમર, વારંવાર આંખોમાં લાગતો ચેપ કે સોજો, આંખોમાં સોજા, ટૂંકી દ્રષ્ટિ, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, શરીરની નબળાઈ, વિટામીનની ખામી વગેરેને કારણે ફલોટસ થાય છે.

વધુમાં તેમનું કહેવું છે કે પ્રકાશનો ઝબકારો થાય એટલે અચાનક દ્રષ્યમાન થાય છે. નજરમાં વચ્ચે પડદા જેવું દેખાય અને દ્રષ્ટિ ઘટી જાય. ફલોટર્સની સંખ્યા વધે ત્યારે આવું થાય છે. ભારતમાં ૭૦ ટકાી વધારે લોકોને ફલોટર્સનો અનુભવ થાય છે. સમય સો ફલોટર્સની સંખ્યા અને કદમાં વધારો થાય છે. ઘણી વખત કોઈને ફલોટર્સ આપમેળે દૂર પણ ઈ જતા હોય છે. પણ બધા કિસ્સામાં એવું બનતું ની. એટલે સારવાર મહત્વની છે. કોઈપણ પ્રકારના ટીપા, દવા, ઈન્જેકશની ફલોટર્સની સારવાર શકય ની એ માટે ઓપરેશન કરવું પડે છે. ઓપરેશન ોડું જોખમી હોય છે. એટલે હવે સર્જરી વિના લેસરી સારવારની ટેકનોલોજી શરૂ ઈ છે. એટલે સરળતા વધી છે. ફલોટર્સ કેવી રીતે દૂર થઈ શકે અને તે માટે શું કરવું જોઈએ એ માટેની સંપૂર્ણ જાણકારી સેમીનારમાં આપવામાં આવશે. સેમીનારમાં વધુમાં વધુ લોકો લાભ લે તે માટે અજયભાઈ જોષી (ચેરમેન), ભરત દુદકિયા (પ્રમુખ), બિમલ ત્રિવેદી (સભ્ય), કલ્પેશ ઉપાધ્યાય તા વિશ્ર્વાબેન ત્રિવેદીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.