Abtak Media Google News

કાર્યક્રમના અંતે વિજેતાઓને ગિફટ અપાશે

શહેર,જિલ્લા વાલી મહામંડળ અને કોઠારીયા કોલોની યુવા ગ્રુપના સંયુકત ઉપક્રમે વર્ષોની પરંપરા મુજબ ક્રિશ્ર્ના મહિલા રાસોત્સવ ૨૦૧૯ રવિવારે તા.૧૩.૧૦ને શરદ પૂર્ણિમાના દિવસે શરદોત્સવ યોજાશે.  પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલ ૮૦ ફૂટ રોડ, બગીચા સામે રાત્રે ૮.૩૦ થી દિપ પ્રાગટય ઉદઘાટન કરી ૧૯મો મહિલા રાસોત્સવ ૨૦૧૯ ખૂલ્લો મૂકાશે.

Advertisement

સંસ્થા દ્વારા અને દાતાઓનાં સાથ સહયોગથી સૌનો સાથ સૌનો રાસમાં શહેરનાં કોઈ પણ બહેનોને સર્વ જ્ઞાતિના મહિલાઓને નાત જાતના ભેદભાવ વગર નિ:શુલ્ક પ્રવેશ અને રાસમાં ભાગ વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી અપાશે. આ પ્રાચીન રાસોત્સવમાં કાર્યક્રમના અંતે નિર્ણાયક જજ મહિલાઓ દ્વારા પસંદગી પામેલ સીનીયર સીટીજન્સ યુવા અને બાળકીઓને ગીફટ અપાશે.

આશાપુરા યુવા ગ્રુપ દ્વારા દિકરીઓ દ્વારા રજૂ કરાતો તલવાર રાસ મુખ્ય રાસ છે. કાર્યક્રમને સફળ બનાવવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.