Abtak Media Google News
  • જૈનમ જયતિ શાસનમ્ના ગગનભેદી નારાઓ રાજમાર્ગો પર ગુંજી ઉઠશે
  • પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત જૈન શ્રાવકો-શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં જોડાશે: કરોડોની કિંમતના અતિ મૂલ્યવાન ચાંદીના રથમાં ભગવાન બિરાજશે: 40 સાજીંદાઓ સાથે બેન્ડપાર્ટી ભકિત સંગીતની રમઝટ બોલાવશે

રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા 196મી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા રવિવાર તા.11ના રોજ  મણિયાર જિનાલય ચૌધરી હાઈસ્કુલ સામેથી સવારના  8.30 કલાકે નિકળી શહેરના રાજમાર્ગો ઉપર ભ્રમણ કરનાર છે. ‘અબતક’ મીડિયાની મુલાકાતે આવેલા જીતુભાઈ દેસાઈ, પંકજભાઈ કોઠારી, કિરીટભાઈ સંઘવી, અરૂણભાઈ દોશી,  દિપકભાઈ મહેતા, દિલિપભાઈ ટોળીયા, શ્રેણીકભાઈ દોશી વિગેરેએ વિશેષ વિગતો આપી હતી.   સૌરાષ્ટ્રનું ગૌરવ – રાજકોટની શાન – રાજાશાહીનાં વખતથી 196 વર્ષ પ્રાચીન તીર્થ  સુપાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન  સુપાર્શ્વનાથ દાદાની વર્ષમાં 1 વાર નીકળતી  ભવ્ય રથયાત્રાનો શુભ આરંભ – રવિવાર તા . 11-9 નાં  મણિયાર જિનાલય – ચૌધરી હાઇસ્કુલ સામેથી , સવારનાં 8.30 કલાકે શરૂ થશે, જે રાજકોટનાં રાજમાર્ગો ઉપર – જિનશાસનની અનુમોદના કરતા જૈનમ જયતિ શાસનમનાં ગગનભેદી નારાઓ સાથે , જૈન શ્રેષ્ઠીઓ – શ્રાવકો શ્રાવિકાઓની બહોળી હાજરીમાં શુભ પ્રયાણ થશે …

કરોડોની કિંમતનાં અતિ મૂલ્યવાન ચાંદીના રથમાં ભગવાન બિરાજમાન થશે. રથયાત્રા સાથે – સંગીતની રમઝટ માટે પાટણનું મુખ્યાદી બેન્ડ 40 સાજીંદાઓ સાથે – રાજકોટનાં રાજમાર્ગો ઉપર ભકિત સંગીતની રમઝટ બોલાવશે. રથયાત્રાની યશકલગીરૂપ – જૈનોની એકતારૂપ રથયાત્રામાં આશિર્વાદ માટે જૈન શ્રેષ્ઠી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી  ખાસ ઉપસ્થિત રહેશે.

રાજકોટનાં દરેક જૈન સંઘોના પદાધિકારીઓ દ્વારા ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન થશે., રથયાત્રાનું સ્વાગત ચોકે-ચોકે, સરબત-છાશની વ્યવસ્થા કરવામાં આવશે., 15 વિકટોરીયા ગાડીમાં પ્રભુજીનાં પારણાઓ લઇને ભાગ્યશાળીઓ બિરાજશે., રાજકોટનું કલાસીક બેન્ક રથયાત્રામાં સૌથી આગળ રહી , સ્વાગતની ધૂનો બજાવશે., જૈન શ્રાવકો/પદાધિકારીઓ રંગબેરંગી સાફાઓમાં સજ્જ  થઇ રથયાત્રાની શાનમાં વધારો કરશે., રથયાત્રાનાં પ્રસ્થાન માટે જૈન શ્રેષ્ઠીવર્ય  પ્રદીપભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહેશે.111 બેડાધારી બહેનો – કળશ સાથે રથયાત્રામાં આગળ ચાલી શુકન કરાવશે. શાસનધ્વજ તથા રાજકોટનાં અલગ અલગ જૈન સંધોનાં પ્રભુજીનાં પારણા લઇને લાભાર્થી પરિવારો પધારશે.  સમગ્ર રથયાત્રા રૂટ ઉપર સંગીતનાં સથવારે નૃત્યકાર પોતાની કલાઓ રજુ કરશે.  રથયાત્રાનાં સમગ્ર રૂટ ઉપરનાં ચોકોમાં રંગોળીનાં સાજ શણગારવામાં આવશે. ઠેકઠેકાણે સમાજનાં વિવિધ મંડળો – યુવક મંડળો – મિત્ર મંડળો દ્વારા પાણી – સરબતની વ્યવસ્થા રહેશે.

સુપાર્શ્વનાથ દાદાની રથયાત્રાનો રૂટ 

Screenshot 6 3

મણિયાર જિનાલય – ચૌધરી હાઇસ્કુલ સામેથી શરૂ થઇ-જયુબેલી બાગ-પરા બજાર-નાગરીક બેંક ચોક – ઢેબર રોડ – ઢેબર ચોક (ત્રિકોણ બાગ) – કોર્પોરેશન ચોક – આશાપુરા રોડ – પેલેસ રોડ – કોઠારીયા નાકા થઇ સોની બજાર, માંડવી ચોક  સુપાર્શ્વનાથ જિનાલયે પધારશે.

આયોજન માટે ટીમ સક્રિય

રથયાત્રાનાં સમગ્ર આયોજન તથા સંચાલન સંઘ પ્રમુખ  જીતુભાઇ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ દાદાવાડી જૈન સંઘનાં તમામ કારોબારી સભ્યઓ – દરેક જિનાલયનાં કન્વિનરો પોતાની ટીમ સાથે જહેમત ઉઠાવી રહ્યા છે.

સંઘ જમણ યોજાશે

પર્યુષણ પર્વ દરમ્યાનનું એક કર્તવ્ય એટલે સાધર્મિક ભકિત અને રાજકોટમાં આપ ગમે ત્યાં વસતા હો પણ  રાજકોટ જૈન તપગચ્છ સંઘ – સુપાર્શ્વનાથ જિનાલયે સંઘ શેષ માટે અચૂક પધારશો. સંઘજમણની સંપૂર્ણ જવાબદારી રાજકોટનાં પ્રખ્યાત કેટરર્સ-જૈન શ્રેષ્ઠીવર્ય દિપકભાઇ (ફાઇવ સ્ટાર કેટર્સ) એ સંભાળેલ છે , જેને સાથ આપશે  કિશોરભાઇ – આરતી કેટરર્સ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.