Abtak Media Google News

૧૫૦ ફૂટ રિંગ રોડના બ્રિજ પર વાહનોની કતારો

Img 20190802 Wa0165

બી.આર.ટી.એસ. પાણીમાં ગરકાવ

Img 20190802 Wa0164

રામનાથ મહાદેવને જલાભિષેક કરતા મેઘરાજા

Img 20190802 Wa0060

જિલ્લા ગાર્ડન વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસ્યા

Img 20190803 Wa0020

આજીનદીમાં ઘોડાપૂર

Img 20190803 Wa0016

લલુડી વોકળીમાં કેડ સમા પાણી ભરાયા

Img 20190803 Wa0022

શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૮ ઈંચ, સેન્ટ્રલ ઝોનમાં ૬ ઈંચ અને વેસ્ટ ઝોન વિસ્તારમાં અનરાધાર ૪ ઈંચ વરસાદી આખુ શહેર અનેક સોસાયટીઓમાં વરસાદના પાણી ઘરમાં ઘુસી ગયા: ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ, પાણી ભરાયાની ૪૪ અને ઝાડ પડયાની ૭ ફરિયાદો

શુક્રવારે બપોરબાદ મેઘરાજા જાણે રાજકોટમાં વડોદરાવાળી કરવાના મુડમાં હોય તે રીતે સુપડાધારે તૂટી પડયા હતા. ચાર કલાકમાં શહેરમાં ૮ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. અનેક વિસ્તારોમાં કેડસમાણા પાણી ભરાયા હતા અને વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ત્રણેય બ્રિજ પર કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. રામના મહાદેવનો વરૂણદેવે શ્રાવણના બીજા દિવસે જલાભિષેક કરતા રાજકોટવાસીઓમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી. શહેરના અલગ અલગ ૪૪ સ્થળોએ વરસાદના પાણી ભરાયા હોવાની અને ૭ સ્થળે વૃક્ષો પડયા હોવાની ફરિયાદો કોર્પોરેશનના કંટ્રોલ‚મમાં નોંધાઈ હતી. ૪ કલાક સુધી સુપડાધારે વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લેતા રાજકોટવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. શહેરના સેન્ટ્રલ ઝાને વિસ્તારમાં ૬ ઈંચ, ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૮ ઈંચ અને વેસ્ટ ઝોન વિસ્તારમાં ૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.

આજી નદીમાં ઘોડાપુર, રામના મહાદેવનો જલાભિષેક કરતા વ‚ણદેવ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બન્ને બાજુ પાંચ-પાંચ ફૂટ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી: લલુડી વોંકળીમાં ૬૦ લોકોનું રેસ્કયુ કરાયું

રાજકોટમાં શુક્રવારે સવારી મેઘાવી માહોલ જજોવા મળ્યો હતો. બપોર સુધીમાં ૧ ઈંચ વરસાદ વરસી ગયા બાદ બપોરે ૨:૩૦ કલાકી મેઘરાજાએ સુપડાધારે વરસવાનું શરૂ કર્યું હતું. શહેરનું વાતાવરણ ઘનઘોર ઈ ગયું હતું. ભરબપોરે જાણે રાત પડી ગઈ હોય તેવો અંધકાર છવાઈ ગયો હતો. શહેરભરમાં સુપડાધારે વરસાદ વરસવાનું શરૂ તાં ગણતરીની મિનીટોમાં આખુ શહેર થઈ ગયું હતું. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રોડની બન્ને બાજુ આવેલા રહેણાંક વિસ્તારોમાં કેડસમાણા પાણી ભરાઈ ગયા હતા. રાધે ચોકડી, વિજય નગર, જંકશન પ્લોટ, જિલ્લા ગાર્ડન સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. લલુડી વોંકળીમાં તો એકમાળ ડુબી જાય તેટલું પાણી ભરાઈ ગયું હતું. અહીં ૬૦ લોકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા. જેનું ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કયુ કરી બચાવી લીધા હતા. આજી નદી પાસે અને કાલાવડ રોડ પર મોટામવા પાસે નદીમાં બે યુવાનો ડુબી ગયા હતા. જેની આજ સવાર સુધી ભાળ મળી ની. ફાયર બ્રિગેડ શાખા દ્વારા આ લાપત્તા યુવાનોને શોધવાની કામગીરી ચાલુ રહી છે.

શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ગોઠણડુબ પાણી ભરાઈ જતાં ત્રણેય બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. શહેરના ગોંડલ રોડ પર વિજય પ્લોટ, માલવીયા કોલેજ સહિતના વિસ્તારોમાં પણ કેડસમાણા પાણી ભરાઈ ગયા હતા. વાહનો ડુબી જાય તેટલું પાણી ભરાઈ જતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. સામાન્ય રીતે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે પરંતુ કાલે વરસાદે પેટર્ન બદલી હોય તેમ શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં સૌી વધુ ૮ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં ૬ ઈંચ અને વેસ્ટ ઝોનમાં માત્ર ૪ ઈંચ વરસાદ પડયો હતો. પ્રદ્યુમનપાર્ક આસપાસના વિસ્તારમાં ૮ ઈંચથી વધુ વરસાદ વરસી જતાં ઝુમાં પ્રાણીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે યુદ્ધના ધોરણે વ્યવસ ગોઠવવામાં આવી હતી. જો કે કાલે ઝુ બંધ હોવાના કારણે મોટાભાગના પ્રાણીઓ નાઈટ સેલ્ડરમાં હોવાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. નદી બે કાંઠે વહેવા લાગી હતી. આ અદ્ભૂત નજારો જોવા માટે શહેરીજનો ઉમટી પડયા હતા. શહેરના ઐતિહાસિક એવા રામના મહાદેવ મંદિરમાં દર વર્ષે વરૂણદેવ ચોમાસાની સીઝનમાં મહાદેવનો જલાભિષેક કરતા હોય છે.  શ્રાવણ માસના બીજા દિવસે જ શહેરમાં પડેલા ભારે વરસાદમાં વરૂણદેવે રામના મહાદેવનો જલાભિષેક કર્યો હતો. અડધુ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

સુપડાધારે શહેરમાં ચાર કલાકમાં ૮ ઈંચ વરસાદ વરસી જતાં કોઠારીયા વિસ્તાર, ટાગોર, રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગોંડલ રોડ, મવડી, વિજય પ્લોટ, ઘનશ્યામનગર, જામનગર રોડ, જંકશન પ્લોટ, પૂજારા પ્લોટ સહિતના અલગ અલગ ૪૪ વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હોવાની ફરિયાદ કોર્પોરેશનના કોલ સેન્ટરમાં નોંધાઈ હતી. આ ઉપરાંત લીંબુડીવાડી, જાગના પ્લોટ, વિજય પ્લોટ, રાષ્ટ્રીય શાળા, આઈ.પી.મીશન સ્કૂલ તથા સિવિલ હોસ્પિટલ સહિત ૭ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. લલુડી વોંકળીમાં એક માળ ડુબી જાય તેટલું પાણી ભરાઈ ગયું હતું અને ૬૦ લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા જેનું ફાયર બ્રિગેડ શાખાના જવાનોએ રેસ્કયુ કરી તેઓને સલામત રીતે બહાર કાઢયા હતા.  ૮ ઈંચ વરસાદના કારણે મહાપાલિકાની કહેવાતી પ્રિમોન્સુન કામગીરીની રીતસર પોલ ખુલી ગઈ હતી. આખુ શહેર પાણી પાણી થઈ ગયું હતું. જો મેઘરાજાએ સમય રહેતા વિરામ લીધો ન હોત તો રાજકોટની સ્થિતિ પણ વડોદરા જેવી થઈ ગઈ હોત. મેઘરાજાએ ૮ વાગ્યે વિરામ લેતા રાત્રે શહેરભરમાં વરસાદી પાણી ઓસરી ગયા હતા. આજે સવારી શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.