Abtak Media Google News

લુખ્ખા અને અસામાજીક તત્વો હવે ગામ ભાગી જાય : નગરપતિ ચંદ્રવાડીયા

 

ઉપલેટા પોલીસ સ્ટેશનમાં છેલ્લા વર્ષોમાં એક કડક પી.આઇ.ની નિમણુંક થતા વેપારીઓ શહેરીજનોમાં ભારે આનંદની લાગણી ફેલાસ છે.

છેલ્લા પાંચ વર્ષ થઇ શહેરમાં કોઇ કડક અધિકારી નહી આવતા પોપાબાઇનું રાજ ચાલતું હતું અસામાજીક તત્વો લુખ્ખાગીરી, રોમીયાગીરી સહીતની પ્રવૃત્તિઓ ખુલ્લે આમ કોઇપણ જાતના ડર વગર ચાલતીતી ત્યારે એક માસ પહેલા શહેરમાં નવ નિયુકત પી.આઇ. અલ્પેશ પટેલની નિમણુંક થતા શહેરીજનો તે પોલીસ પાસે જે આશાઓ હતી તે પોલીસ કામગીરી કરી રહી છે. કડક અધિકારીની છાપ ધરાવતા અને કોઇની સાડીબાર નહી રાખનાર પી.આઇ. અલ્પેશ પટેલ એક માસમાં લુખ્ખા અને અસામાજીક તત્વોને લોકઅપમાં ધકેલા કાયદાનું ભાન કરાવી જરુર પડે ત્યાં ત્રીતી નેત્ર ખોલી ગુનેગારોને બકલ પટ્ટાનાં સ્વાદ ચખાડી સિઘ્ધાદોર કરી દીધા છે. ત્યારે આવી કડક કામગીરી ચાલુ રાખવા માટે નવ નિયુકત પી.આઇ. અલ્પેશ પટેલનો સન્માન સમારોહ નવા પરા યુવક મંડળ દ્વારા યોજીવામાં આવેલ હતો.

નવાપરા વિસ્તારના વયોવૃઘ્ધ નરસિંહ બાપા માકડીયાના અઘ્યક્ષસ્થાને યોજાયેલ પી.આઇ. અલ્પેશ પટેલના સન્માન સમારોહમાં નવાપરા યુવક મંડળના ર૦૦ જેટલા યુવાનોએ પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રાના હસ્તે પી.આઇ. અલ્પેશ પટેલને મહ ભાગવત ગીતા અર્પણ કરી સન્માન કરાયું હતું. આ તકે પી.આઇ. અલ્પેશ પટેલે જણાવેલ કે અગાઉ શહેરમાં હું ફરજ બજાવી ગયો છું આ શહેરને હું સારી રીતે ઓળખશું શહેરના નિર્દોષ લોકોને હેરાન ગતી ન થાય અને શહેરમાં જે અસામાજીક પ્રવૃતિઓ દારુ, જુગાર, વરલી મટકા, લુખ્ખાગીરી કરતા તત્વોની આ પ્રવૃતિ બંધ કરાવી ને ગામને ભય મુકત બનાવી દઇશ પણ સાથે સાથે તમારા સહકારની જરુર પડશે કોઇ આગેવાનો કે શહેરીજનોએ ભલામણ માટે ફોન કરવો નહી તેવી તકોર પણ પી.આઇ. અલ્પેશ પટેલે કરી હતું આ તકે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા એ જણાવેલ કેઆ ગામમાં કોઇ દાદો કે લુખ્ખો શખ્સ ન રહેવો જોઇએ એ માટે શહેરની જનતા વતી પોલીસને સાથ સહકાર આપવા ખાત્રી આપવામાં આવી હતી. આ સન્માન કાર્યક્રમમાં ચેમ્બરના અગ્રણી મુકેશભાઇ ગજજર, ભરતભાઇ કાલાવડીયા, પિયુષભાઇ માકડીયા, શહેરના પ્રથમ નાગરીક રાણીબેન ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, નવનીતભાઇ પંડયા સહીત નવા પરા યુવા મંડળના ર૦૦ જેટલા સભ્યો ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહી નવ નિયુકત પી.આઇ. અલ્પેશ પટેલની કામગીરીને બિરદાવી આવી કડક કાર્યવાહી ચાલુ રાખવા માંગણી કરી યુવાનોએ સમર્થન આપેલ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.