Abtak Media Google News

સમાજના આગેવાનોને ન ગણકારવાની અલ્પેશ ઠાકોરની પધ્ધતિ અમને ગમતી નથી :રમેશ ઠાકોર

કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ઠાકોર સેનામાંથી છૂટ્ટા પડેલા સભ્યો સામે ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે ભારે ગંભીર પ્રકારનાં આરોપો થઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોર કે જે ઠાકોર સેનાને પોતાની તાકાત બનાવીને રાજકારણાં આગળ વધ્યા હતા તેજ હવે પલટવાર બનીને સામે આવ્યા છે.

અલ્પેશ ઠાકોરને પાટણના જિલ્લા પ્રમુક પ્રવિણસિંહ ઠાકોર, જીવાજી ઠાકોર, દાદુજી ઠાકોર, અમદાવાદના કેવલજી ઠાકોર અને શંકરસિંહ ઠાકોર જેવા ઠાકોર સેનાને રામરામ કરી ચૂકેલા આગેવાનો અલ્પેશ ઠાકોર સામે મોરચે આવી ગયા છે.

બાવળા નગરપાલીકાના સભ્ય રમેશા ઠાકોર અને કોંગ્રેસના નેતાએજ ૨૦૧૧માં ગુજરાતમાં સંગઠનની નિમર્નાણમાં યોગદાન આપ્યું હતુ. અલ્પેશ સાથે સંગઠન રચના કરનાર રમેશ ઠાકોરે પત્રકારોને જણાવ્યું હતુ કે. અલ્પેશ કયારેય કોઈ નિર્ણયમાં સમાજને સાથે રાખતો નથી. સમાજના આગેવાનોને ન ગણકારવાની અલ્પેશ ઠાકોરની પધ્ધતિ અમને ગમતી નથી.

ઠાકોર સેનાની રચના સમાજના વિકાસ માટે કરવામાં આવી છે. અલ્પેશ તેનો ઉપયોગ રાજકીય લાભ ઉપાડવા માટે કરે છે. તેણે એવો આક્ષેપ કર્યો છે કે ઠાકોર સમાજના બળ ઉપર ચૂટાઈ આવલે અલ્પેશ ઠાકોર હવે ચૂંટાયા પછી સમાજને ભૂલી ગયો છે.

સમાજના નેતામાંથી તે હવે રાજકારણી બની ગયો છે. અલ્પેશ ઠાકોર સામે હવે ઠાકોર સેનાના જ બળવાખોર નેતાઓ મોરચો માંડી ચૂકયા છે.ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી ભાજપ તમામ ૨૬ બેઠકો અંકે કરવાની રણનીતિ ગોઠવીને પક્ષમાં રહેલા મતભેદો દૂર કરવા કમર કસી રહ્યું છે.

બીજી તરફ ભાજપ સામે અસરકારક બની શકે તેવા બીન ભાજપ સંગઠનોમાં ઉભી થયેલીઆ યાદવાસ્થળીની હવા અલ્પેશ ઠાકોર જેવા ઉભરતા નેતાઓને પોતાના જ ભારથી નમાવી દેવા સામે આવી રહ્યા છે.ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક છે.

ત્યારે એક તરફ રાજકીય પક્ષો એક એક મત માટે ગંભીર બન્યા છે. તો બીજી તરફ અનેક જુથો આંતરીક મતભેદોથી પિડાઈ રહ્યા છે.તેને કહેવાય પડયા પર પાટુ સમાન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.