Abtak Media Google News

છાત્રોને ધારાધોરણ નેવે મૂકીને એડમિશન આપ્યા હતા; ૧૫૦ છાત્રોને રૂ.૧૦-૧૦ લાખ ચૂકવવા તેમજ એડમિશન ફી તાકીદે રીફંડ આપવા સર્વોચ્ચ અદાલતનો આદેશ

ગેરકાયદે મેડિકલ કોલેજ ઉપર સુપ્રીમની તવાઈ ઉતરી છે. એક સાથે ૧૫૦ છાત્રોને રૂ.૧૦-૧૦ લાખ ચૂકવવા આદેશ આપ્યો છે. આ મેડિકલ કોલેજોએ છાત્રોને ગેરકાયદે એડમિશન આપેલુ એટલે તેમની શૈક્ષણિક કારકીર્દી બરબાદ થઈ છે.

જેથી તેના વળતર રૂપે આ મસમોટી રકમ ચૂકવવા અદાલતે આદેશ કર્યો છે.સુપ્રીમ કોર્ટે લખનૌ સ્થિત એક કોલેજને આ આકરો દંડ ફટકાર્યો છે કેમકે તેમણે લાયકાત ન ધરાવતા અથવા તો અધૂરી લાયકાત ધરાવતા છાત્રોને ગેરકાયદે એડમિશન આપી દીધું હતુ.આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે આ ૧૫૦ છાત્રો જેમને લખનૌની મેડિકલ કોલેજ ધારા ધોરણ વિના ગેરકાયદે એડમિશન આપ્યું તેમને તેમની વસૂલ કરેલી એડમિશન ફી પણ રીફંડ તાત્કાલીક ધોરણે આપી દેવા જણાવ્યું છે.

અલાહાબાદ હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ અદાલતના ચીપ જસ્ટીસ દીપક મિશ્રા અને જસ્ટીસ એ.એમ.ખાનવિલકર તેમજ ડી.વાય. ચંદ્રચૂડસિંઘની સંયુકત બેંચે બહાલી આપી હતી મતલબકે નીચલી અદાલત હાઈકોર્ટનો ચૂકાદો સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.