Abtak Media Google News
  • 1કરોડ 32 લાખ 76 હજાર 779 રૂપયાની  છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ
  • આરોપી મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી ઝડપાયો 

સુરત ન્યૂઝ :  સુરત ઇકો સેલ પોલીસે રૂપિયા 1કરોડ 32 લાખ 76 હજાર 779 રૂપયાની  છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી છે . આરોપી મેહુલ પ્રવિણ જાગાણીની મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે . થોડા સમય પહેલા આરોપીએ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો ધંધો શરૂ કર્યો હતો. તે અલગ-અલગ વેપારીઓ પાસેથી માલ ખરીદી વેચાણ કરતો હતો.

Advertisement

જ્યાં આરોપીએ ફરિયાદી પાસે  1કરોડ 32 લાખ 76 હજાર 779 રૂપયાનો મોટા પ્રમાણમાં કાપડનો માલ ખરીદી પૈસાની ચુકવણી કરી ન હતી. જેથી આરોપી વિરુદ્ધમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવામાં આવી હતી. હાલ આરોપીએ વધુ વેપારીઓ સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરેલ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.જેથી તે દિશામાં હાલની તપાસ ચાલુ છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.