Abtak Media Google News

ઉધના રેલવે યાર્ડમાં એક ખાલી ટ્રેનના છેલ્લા ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ આખા ડબ્બામાં પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. છેલ્લા ડબ્બામાં આગ લાગી હોવાથી ટ્રેનના અન્ય ડબ્બાઓને આગવાળા ડબ્બાથી અલગ કરી દેવામાં આવ્યો હતો. ખાલી ટ્રેન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

અને હાલ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઉધના રેલવે યાર્ડ પર ખાલી ટ્રેનના ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ઉધના રેલવે યાર્ડમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.