Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરમાં ખિસકોલી પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે ત્યારે   લુપ્ત થતી ખિસકોલી  બચાવી લેવા માટે સુરેન્દ્રનગરના યુવક નેત્ર સતાણી એ સ્વેચ્છિક રીતે ખિસકોલી બચાવો અભિયાન શરૂ કર્યું છે ખાસ કરીને આ યુવક દ્વારા રસ્તે રજડતી મળી આવેલી ખિસકોલીઓને રેસક્યુ કરી અને તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે.

ખિસકોલીઓ ના પાલન પોષણ માટે ખિસકોલી ઘર પણ બનાવવામાં આવ્યું છે ત્યારે હાલમાં ખિસકોલી ની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે ત્યારે આવનારી પેઢીઓ ખિસકોલી જેવા નાના જીવને પણ ઓળખી શકે તેવા પ્રયાસો સુરેન્દ્રનગરના યુવક દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રસ્તે રજડતી ઇજાગ્રસ્ત થયેલી અથવા ગરમીમાં આવી ગયેલી ખિસકોલીઓના આ યુવકને જાણ થતા યુવક ત્યાંથી આવી ખિસકોલીઓ લઈ જાય છે.

સાર સાંભળ અને જરૂરી સારવાર કરી અને તેનું પાલનપોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ યુવક પોતે ગેરેજ નું કામ કરી પોતાનું જીવન ધોરણ ચલાવે છે ત્યારે ખિસકોલી અને પણ પોતાના પરિવારના સભ્યોની જેમ રાખી અને તેમનું પાલનપોષણ યુવક દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે ખિસકોલીઓ માટે રોજ દૂધની વ્યવસ્થા તેમજ સિંગદાણા સહિતની ખિસકોલીના પાલનપોષણ માટે યુવક દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.