Abtak Media Google News

બીજી તરફ ગુરુ એ જીવ છે અને રાહુ અંતરાય છે એટલે કે જીવનમાં આગળ બીમારી સહીત અનેક અંતરાયો ખડા થઇ રહ્યા છે અને કોરોના મહામારી માથું ઉંચકી રહી છે સાથે સાથે અગાઉ લખ્યા મુજબ આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે વળી સાત્વિક લોકો આ સમયમાં વધુ પરેશાનીમાં જોવા મળી રહ્યા છે

Advertisement

વૃષભમાં સ્વગૃહી બનેલા શુક્ર મહારાજ સોના ચાંદીના ભાવમાં ચમક લાવી રહ્યા છે ગોચર ગ્રહોની વાત કરીએ તો સૂર્ય મહારાજ ૧૪ એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જ્યાં સૂર્ય ઉચ્ચના બને છે અને ઘટનાઓની ગતિને વધારે છે અને વધુ કડકાઈથી કામ કરતા જોવા મળશે. મેષ માં સૂર્ય રાહુ સાથે યુતિમાં આવશે અને ૨૦ એપ્રિલના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ પણ થશે.

ધર્મગુરુઓ વિવાદમાં આવી રહ્યા છે અને ચાંડાલ યોગ શરુ થવામાં છે ત્યાં દલાઈ લામાનો વિવાદ સામે આવ્યો છે. વળી ચાંડાળયોગના ફળકથનમાં અત્રે લખ્યું હતું એ મુજબ બુરકીમાં મોટો આતંકી હુમલો થવા પામ્યો છે અને રશિયા યુક્રેન યુદ્ધમાં પણ આતંકી સંગઠનો ભાગ ભજવે તેવી શક્યતાઓ ઉભી થઇ છે

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.