Abtak Media Google News

મૃત્યુઆંક ૨૮ સુધી પહોંચ્યો, ૪૭ દર્દીઓ સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર હેઠળ

વાતાવરણમાં વધતી જતી ઠંડીના કારણે સ્વાઈનફલુનો કહેર પણ વધતો જતો હોય તેમ જસદણના પ્રૌઢનું રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જયારે જામનગરના વૃદ્ધે પણ દમ તોડયો હતો. વધુ એક જુનાગઢના ૫૩ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જયારે વધુ પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલ ૪૭દર્દીઓ સ્વાઈનફલુ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

જસદણના સાણથલી ગામે રહેતા ૫૦ વર્ષીય પ્રૌઢની તબિયત બગડતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા પ્રૌઢનો રિપોર્ટ સ્વાઈનફલુ પોઝીટીવ આવ્યો હતો પરંતુ પ્રૌઢે સારવાર દરમિયાન દમ તોડતા મૃત્યુઆંક ૨૭ સુધી પહોંચ્યો છે. જયારે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય વૃદ્ધાને સ્વાઈનફલુ ભરખી ગયો હતો. જુનાગઢના ૫૩ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. જયારે રાજકોટમાં વધુ પાંચ દર્દીઓના સ્વાઈનફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં વિંછીયાના સામઢીયાળાના ૬૫ વર્ષીય વૃદ્ધ, જસદણના સાણથલી ગામના ૫૦ વર્ષીય પ્રૌઢનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો જેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. વધુ ૨૮ વર્ષીય રાજકોટના યુવાન, પોરબંદરના ૪૮ વર્ષીય આધેડ અને જામજોધપુરના સીદસર ગામનાં ૬૨ વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

એક જ દિવસમાં વધુ પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા પોઝીટીવ કેસની સંખ્યા ૧૭૫ સુધી પહોંચી રહી છે. જયારે કુલ ૨૮દર્દીઓના મોત નિપજયાં છે અને હાલ કુલ ૪૭દર્દીઓ રાજકોટની હોસ્પિટલમાં સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અત્યારસુધી ૫૩ કેસ નોંધાયા છે. જેમાં ૭ દર્દીઓના મોત નિપજયા છે. જયારે રાજકોટ શહેરમાં ૫૪ કેસ નોંધાયા છ અને ૭ દર્દીઓના મોત નિપજયા છે. જયારે અન્ય જીલ્લાઓમાં ૬૮ કેસ પોઝીટીવ નોંધાયા છે તથા ૧૪દર્દીઓના મોત નિપજયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.