Abtak Media Google News
  • એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1381 કેસ, ઝાડા-ઉલટીના 224 કેસ અને તાવના 182 કેસ નોંધાયા:ચિકનગુનિયાએ પણ દેખા દીધી

રાજકોટ કોર્પોરેશનની સ્વાન ખસીકરણની કામગીરી સામે શંકા ઉદ્ભવી રહી છ.શહેરભરમાં સ્વાનના આતંકે હાહાકાર મચાવ્યો છે. ફેબ્રુઆરી માસના 29 દિવસમાં શહેરમાં 501 વ્યક્તિઓને ડાઘીયા કુતરાંઓએ પોતાના શિકાર બનવ્યા છે.આ એવા કેસ છે જે ડોગ બાઈટીંગ બાદ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસી લેવા માટે આવ્યા હોય જે લોકોએ ખાનગી હોસ્પિટલ કે સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી લીધી હોય તેવા કેસ અલગ છે.શહેરમાં શેરી-ગલીઓમાં કુતરાનો ત્રાસ સતત વધી રહ્યો છે. જેમાંથી મુક્તિ અપાવવા શહેરીજનો રીતસર આજીજી કરી રહ્યા છે.

કોર્પોરેશનની આરોગ્ય શાખાના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનામાં ડોગ બાઈટીંગના 501 કેસ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા છે. કુતરાએ બચકા ભર્યા બાદ આ લોકો આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવા વિરોધી રસી મુકાવવા માટે આવ્યા હતા. ખાનગી હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં જે લોકોએ હડકવા વિરોધી રસી મુકાવી હોય તેવા કેસ અલગ છે. સામાન્ય રીતે ખૂબ જ જૂજ પ્રમાણમાં લોકો કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસી મુકાવવા માટે આવતા હોય છે. ખાનગી હોસ્પિટલમાં વધુ જતા હોય છે. જે કેસ જાહેર કરવામાં આવ્યા છે તેનાથી ત્રણ ગણા વધુ કેસ ડોગ બાઈટના હોવાનું મનાય રહ્યું છે.

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગત સપ્તાહે શરદી-ઉધરસના 1381 કેસ, સામાન્ય તાવના 182 કેસ અને ઝાડા-ઉલટીના 224 કેસ નોંધાયા હતા.જયારે ટાઇફોઇડ તાવનો પણ એક કેસ મળી આવ્યો હતો. ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો છે. રોગચાળાને નાથવા માટે 12,386 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 716 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યૂ હતું. બિન રહેણાંક હેતુની 1066 મિલકતોમાં મચ્છરોની ઉત્પત્તિ સબબ ચેકિંગ હાથ ધરાયું હતું. 202 સ્થળોએથી મચ્છરોના લારવા મળે આવતા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત બિન રહેણાંક હેતુની 379 મિલકતોમાં મચ્છરના લારવા મળી આવતા નોટિસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.