Abtak Media Google News

મોરબીના રવાપર રોડના યુવાનો દ્વારા નવતર દાંડિયારાસ

મોરબી:નવરાત્રીમાં અર્વાચીન રાસગરબામાં નવીનતા લાવવા યુવા હૈયાઓ દ્વારા અવનવા સ્ટેપ્સથી દાંડિયા રાસ લેવામાં આવે છે ત્યારે મોરબીના યુવાનોએ નવીન પ્રયોગ કરી સ્વિમિંગ કરતા-કરતા દાંડિયા રાસ લેવાનો અજુગતો દાખલો બેસાડ્યો છે.

નવરાત્રી જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ યુવા ખેલૈયાઓ વિવિધ વેશભૂષામાં સજ્જ ધજજ બની દરરોજ અવનવા સ્ટેપ્સ પર ગરબે રમતા હોય છે ત્યારે મોરબીના એક્યુ દાંડિયા ગ્રુપ દ્વારા સાવ અલગ જ કહી શકાય તેવો પ્રયોગ કરી સવિંગપુલમાં તરતા-તરતા દાંડિયા રાસ લેવાની સાથે સ્વિમિંગની પણ મજા લાઇ રહ્યા છે.

એક્યુ દાંડિયા ગ્રુપના જયરાજ સોલંકીના જણાવ્યા મુજબ તેમના ગ્રુપ દ્વારા કઈક નવું કરવા સ્વિમિંગ દાંડિયાના કોન્સેપ્ટને પસંદ કરવામાં આવ્યો હતો અને નવરાત્રી પૂર્વે સઘન તાલીમ લઇ યુવાનો દ્વારા પાણીમાં તરતા-તરતા રાસગરબા લેવાનો પ્રયોગ સફળ બનાવ્યો છે.

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ સ્વિમિંગ પુલમાં દરરોજ એક્યુ ગ્રુપના યુવાનો દ્વારા ઉત્સાહ અને જોશભેર સ્વિમિંગ ગરબા રમવામાં આવે છે અને શહેરભરમાં આ અવનવા દાંડિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.