Abtak Media Google News

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતે મજબૂત શરૂઆત કરી છે. ઋષભ પંતે ટેસ્ટ મેચના બીજા દિવસે તેની ટેસ્ટ કરિયરની બીજી સદી પૂરી કરી છે. પંતે 137 બોલમાં તેની સદી પૂરી કરી છે અને તેની સાથે જ વિકેટ કિપર તરીકે ઓસ્ટ્રેલિયાની જમીન પર ઈતિહાસ રચી દીધો છે. જોકે આજે પુજારા ડબલ સેન્ચ્યુરીથી માત્ર સાત રન દૂર 193 રને આઉટ થઈ ગયો છે.

Advertisement

બીજા દિવસે ભારતનો સ્કોર 500ને પાર થઈને 550 થવા આવી ગયો છે. ભારતે છ વિકેટ ગુમાવીને 550 રન બનાવી દીધા છે. ભારતીય ટીમે સિડનીમાં 14 વર્ષ પછી ટેસ્ટમાં 500 કરતાં વધુ રન બનાવ્યા છે.

પુજારા ત્રીજા નંબરે બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયામાં 150થી વધારે રન બનાવનાર બીજા ભારતીય બન્યા છે. આ પહેલાં માત્ર રાહુલ દ્રવીડ જ ત્રીજા નંબરે બેટિગં કરીને ઓસ્ટ્રેલિયામાં 150 કરતાં વધુ રન બનાવી શક્યા છે. દ્રવીડે 2003માં એડિલેટ ટેસ્ટમાં 233 રનની ઈનિંગ રમી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.