Abtak Media Google News

લાયન્સ કલબ ઓફ સેલવાસ તેમજ લિયો કલબ ઓફ સેલવાસ ડીએનએમ દ્વારા આયોજીત મ્યુઝીકલ તબોલા મ્યુઝીકલ હાઉસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાશ્વ ગાયક સંદીપ પચવાટકર દ્વારા મનોરંજન, રમતો તેમજ ઘણા કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમ આમલીમાં આવેલા ગાયત્રી મંદિર મેદાનમાં યોજાયો હતો. જેમાં સંગીતની સાથે વિવિધ સ્પર્ધાઓ તેમજ રમતોનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કૃષ્ણાચૈતન્ય, નગરપાલિકા સીઓ મોહિત મિશ્રા, લાયન્સ કલબ ઓફ સેલવાસ પ્રેસિડેન્ટ પિંકી ખીમાણી, નીલમ ઝવેરી, અતુલ શાહ, દેવેન્દ્રસિંહ, સચિવ સંજીવ કેસરવાણી સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.