Abtak Media Google News

મોબાઇલની દુકાનમાં ચોરી કરવા જતો ચોર સીસી ટીવી કેમેરામાં કેદ

પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો-વ્યવસ્થા કથળેલી સ્થિતિમાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે ચોરીની એક બાદ એક ઘટના બની રહી છે તાજેતરમાં જ હળવદ શહેરમાં ધોરા દિવસે પૈસા લૂંટવાનો બનાવ બન્યો હતો ,પરતુ લોકોની જાગુતના કારણે ચોર ને પકડી જાહેર માં સરભરા કરી હી,જેની હજી શાહી સુકાઇ નથી ત્યાં હળવદ તાલુકાના ટીકર ગામમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે.

અઠવાડિયામાં પાંચ જેટલી દુકાનોના તાળા તૂટ્યા છે તસ્કરો બેફામ બની ચોરીને અંજામ આપી રહ્યા છે છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું છે તેવુ લોકો માં ચર્ચાય રહયુ છે, હળવદ તાલુકાના ટીકર ગામે છેલ્લા એક અઠવાડિયામાં પાંચ દુકાનના તાળા તુટ્યા હતા જોકે આ ચોરીમાં કોઈ મોટી રકમ કે માલમતાની ચોરી નથી થઈ પરંતુ સોમવાર રાત્રીના લલીતભાઈ દલવાડી ની મોબાઇલ દુકાન પર સટર નુ તાળુ તોડી ચોરી કરવા જતા શખ્સ (ચોર) સીસીટીવી કેમેરામાં કેમ થઇ ગયો છે ટીકર પંથકમાં ચિંતાજનક રીતે ચોરીના બનાવો બનવા લાગ્યા છે ચોરીના બનાવતી લોકો માં ચકચાર મચી જવા પામી છે અંદાજિત રોકડા રૂપિયા અને માલસામાનકુલ૨૮૦૦રૂપિયા જેટલા ની ચોરી થયાનું લલિતભાઈ દલવાડી જણાવ્યું હતું

જ્યારે હળવદ શહેર માં સોમવારે બપોરના ભર બજારે મેન રોડ પર પૈસા લઈને ભગવાનનો એક બનાવ બન્યો હતો જેમાં લોકો ની જાગુત ના કારણે ચોરને પકડી ને જાહેરમાં સરભરા કરી હતી , ચોરી કરતી ગેંગ સકીય છે છાસવારે આવા બનાવો બને છે, હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં દિનપ્રતિદિન આવા બનાવો વધતા જાય છે હળવદ શહેર પથંકમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ને લઈને અનેક સવાલો ઉઠયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.