Abtak Media Google News

ચાલક તસ્કરો સીસી ટીવીને નુકશાન કરી આસાનીથી હોન્ડા ચોરી નાસી છૂટ્યા.

મોરબી જિલ્લામાં પોલીસની ઢીલી નીતિને કારણે ચોરી, લૂંટફાટ, હત્યાના કિસ્સા સામાન્ય બન્યા છે ત્યારે અત્યાર સુધી શેરી – ગલીમાંથી વાહન ચોરતા તસ્કરો હવે શોરૂમને નિશન બનાવી નવા નકોર મોટર સાયકલ ચોરી જતા હોવાની ઘટના વાંકાનેરમાં બની છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના ચંદ્રપુરના ભાટિયા વે-બ્રીજ નજીક આવેલ મોમાઈ એજન્સી નામના હોન્ડાના શો-રૂમમાં ગઈકાલે મોડી રાત્રીના બે અજાણ્યા ઇસમોએ ચોરીના ઈરાદે પ્રવેશ કરીને શો-રૂમમાં સીસીટીવીમાં નુકશાન પહોચાડીને શો-રૂમમાં પડેલા હોન્ડા સાઈન ડ્રીમ કીમત રૂ.૫૮૪૮૭, હોન્ડા હોર્નેટ કીમત રૂ.૮૫૮૭૩ એમ કુલ મળીને ૧૪૪૩૬૦ રૂ.ની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

વધુમાં ચાલક તસ્કરોએ સીસીટીવીમાં રૂ. ૨૦૦૦ નુકશાન કરીને આસાનીથી વાહન ચોરી કરી નાશી છુટયા હતા.

આ ઘટના અંગે શો-રૂમના માલિક અજય બાબુભાઈ વરણવા રહે-ભાટિયા સોસાયટી વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.