Abtak Media Google News

પેસ્ટમાં ટ્રીકલોસનથી થઈ શકે છે મોઢાના કેન્સર

દાંત સાફ કરવા માટે ટુથપેસ્ટ રોજીંદા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે પરંતુ ટુથપેસ્ટમાં રહેલા અમુક તત્વો જીવલેણ બની શકે છે. ટુથપેસ્ટ તેમજ સાબુમાં એન્ટીબેકટરીયલ અને એન્ટીફંગલ તરીકે વપરાતું ટ્રીકલોસન મોઢાના કેન્સરને નોતરે છે. ઉંદર પર કરાયેલા પરીક્ષણ મુજબ ટુંક સમય માટે ઉંદરને ટ્રીકલોસનનો હળવો ડોઝ આપવામાં આવ્યો અને તેના મોઢાના કેન્સર કોલોન કેન્સરના લક્ષણો મળી આવ્યા હતા. તેથી યુ.એસ.ની અર્મહર્સ્ટ યુનિવર્સિટીનું કહેવું છે કે એન્ટી ફંગલ તરીકે વપરાતા ટ્રીકલોસન જીવલેણ બની શકે છે.

ટ્રીકલોસનના હાઈ ડોઝથી ટ્રોકસીક અસરો પણ થઈ શકે છે. જો જાનવરોને પણ ટ્રીકલોસનની ગંભીર અસર થઈ શકે છે તો માણસના બ્લડ સેમ્પલ પણ નષ્ટ થઈ શકે છે અને આપણે રોજ ટુથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. ટ્રીકલોસનથી ટયુમર પણ થઈ શકે છે. કાયમી ઉઠીને આપણે થોડુ થોડુ ટ્રીકલોસન લેતા હોય છીએ. ટુથપેસ્ટમાં અથવા કોસ્મેટીકની ઘણી વસ્તુઓમાં જીણાં અક્ષરે લખેલી સામગ્રીને આપણે થોડો સમય આપી વાંચતા નથી અને કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી લેતા હોય એવામાં એન્ટી બેકટીરીયલ તરીકે ઉપયોગી ટ્રીકલોસથી શરીરમાં ખાસ તો મોઢામાં હાનિકારક ઈન્ફેકશનનું કારણ બની શકે છે.જેને કોલોન કેન્સર તરીકે ઓળખવામાં આવે છે.

ઘણી પેસ્ટનાં અંતમાં રહેલી પટ્ટીમાં અલગ-અલગ રંગ દર્શાવેલા હોય છે. જે પેસ્ટમાં રહેલા ઈન્ગ્રીડિયન્ટસ વિશે જાણકારી આપે છે માટે ચેતજો કારણ કે જે ટુથપેસ્ટનો ઉપયોગ મોઢુ સ્વચ્છ રાખવા કરીએ છીએ તેજ મોઢાનું કેન્સર નોતરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.