Abtak Media Google News

અગાઉ નક્કી કરેલી લિમિટને બમણી કરી દેવાઈ લોકસભામાં નાણાં મંત્રી નિર્મલા સિતારમને કરી જાહેરાત

મોદી સરકારે પ્રોવિડન્ટ ફંડને લઈને મોટી જાહેરાત કરી છે. હવે પીએફ એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરી 2021ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, પીએફ એકાઉન્ટમાં 2.5 લાખ સુધી જ ટેક્સ ફ્રી રહેશે. તેનાથી આગળ જમા થનારી એડીશનલ રકમ ઉપર વ્યાજની રકમ ઈનકમ ટેક્સમાં સમાવેશ થશે. હવે આ લિમિટને બમણી કરી દીધો છે. હવે પીએફ એકાઉન્ટમાં એક વર્ષમાં પાંચ લાખ સુધી જમા કરવા ઉપર વ્યાજની રકમ સંપૂર્ણ ટેક્સ ફ્રી રહેશે.

આ નિયમ ત્યાં જ લાગુ થશે જ્યાં નોકરીયાતો તરફથી રીટાયરમેન્ટ ફંડમાં કોઈ યોગદાન નથી કરવામાં આવતું. ફાઈનાન્સ બિલ આજે લોકસભામાં પાસ થયું. આ બિલ ઉપર ચર્ચા દરમયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ફ્રી લિમિટને 2.5 લાખથઈ વધારીને 5 લાખ સુધી કરવાની જાહેરાત કરી છે. ફાઈનાન્સ બિલને લોકસભામાં મંજૂરી મળ્યાની સાથે જ 1 ફેબ્રુઆરીમાં બજેટમાં થયેલી જાહેરાત ઉપર મંજૂરી આપવામાં આવી હતી. બજેટની જાહેરાત નાણાકીય વર્ષ 2021-22 માટે કરવામાં આવી છે. નાણામંત્રીએ એક વખથ ફરીથી કહ્યું હતું કે, પીએફના વ્યાજની રકમને ટેક્સેબલ બનાવવાની અસર માત્ર એક ટકા ઉપર જ થશે.

ઉલ્લેખનીય છે કે, એવા લોકોને 5 લાખ રૂપિયા સુધીના રૂપિયા પર મળનારા વ્યાજ પર ટેક્સ છૂટ મળશે. લોકસભામાં નિર્મલા સીતારમણે કહ્યું કે આનાથી પ્રોવિડેન્ટ ફંડમાં ખૂબ ઓછા લોકો પર જ અસર પડશે. કારણકે બાકીના લોકોના પીએફમાં વાર્ષિક યોગદાન 2.5 લાખ રૂપિયા કરતા ઓછુ છે.

આ ફાયદો તે લોકોને મળશે જે વોલિંટીયરી પ્રોવિડેન્ટ ફંડ એટલેકે વીપીએફ અને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એટલે કે પીપીએફમાં રોકાણ કરે છે. આ રીતે કુલ 5 લાખ રૂપિયાના રોકાણ પર મળનાર વ્યાજ પર ટેક્સ છુટ મેળવી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.