Abtak Media Google News

ક્વોલિફાય થયેલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ટૂંક સમયમાં ઢોલપુર યુપીએસસી કેન્દ્ર ખાતે યોજાશે

યુપીએસસી સિવિલ સર્વિસિઝ મેઇન પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ સિવિલ સર્વિસિઝ મેઈન પરીક્ષા 2020નું પરિણામ જાહેર કર્યું છે.  પરિણામો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ ીાતભ.લજ્ઞદ.શક્ષ પર જાહેર કરવામાં આવ્યા છે.

યુપીએસસીએ જાન્યુઆરી 2021 માં સિવિલ સર્વિસ મેન્સ પરીક્ષા 2020 નું આયોજન કર્યું હતું. 8 જાન્યુઆરી 2021 થી 17 જાન્યુઆરી 2021 સુધીમાં દેશના વિવિધ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.

તમામ સ્પર્ધકોના પરિણામો પીડીએફ ફોર્મેટમાં ખુલશે.  અહીં ક્ધટ્રોલ+એફ બટન દબાવી રોલ નંબર દાખલ કરતા પરિણામ જોઈ શકાશે. જો રોલ નંબર તેમાં દેખાય છે, તો તમે ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય કર્યું છે.  ક્વોલિફાય થયેલા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ ટૂંક સમયમાં યુપીએસસી ઢોલપુર હાઉસ, નવી દિલ્લી ખાતે યોજાનાર છે.

આ પરીક્ષામાં સફળ ન થયા હોય તેવા ઉમેદવારોની માર્કશીટ અંતિમ પરિણામ જાહેર થયાના 15 દિવસની અંદર (ઇન્ટરવ્યૂ પછી) યુપીએસસી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.  માર્કશીટ્સ અપલોડ થયાના 30 દિવસ સુધી કમિશનની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

આ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા 12 ફેબ્રુઆરી 2020 થી શરૂ થઈ હતી. યુપીએસસી સીએસઈ પ્રિલીમ પરીક્ષાના ઉમેદવારો માટે 4 ઓક્ટોબર 2020ના રોજ લેવામાં આવી હતી, જેના પરિણામ 23 ઓક્ટોબર 2020 ના રોજ જાહેર થયાં હતાં. પ્રિલિમ પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારો, 08 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી 2021 દરમિયાન યોજાયેલી મેઇન્સની પરીક્ષા આપી હતી. હવે મુખ્ય પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.