Abtak Media Google News

વિશ્વનો કોઈપણ દેશ એવો નહી હોય કે જયાં ભ્રષ્ટાચારની ‘બૂ’ નહી હોય કોર્પોરેટ, ખાનગી કે સરકારી એકમોમાં એનકેન પ્રકારે ગેરકાયદે પ્રવૃત્તિઓ થકી ભ્રષ્ટાચાર થતો જ રહે છે. પરંતુ જો સૌથી વધુ ભ્રષ્ટાચાર એકેય માધ્યમથી થતો હોય તો તે છે. કરચોરી કહેવાય છે ને કે ભ્રષ્ટાચારની જનની કરચોરી જ છે.

બસ, આજ રીતે ટેકસ કેમ ન ભરવો ?? વિભીન્ન ટેકસમાંથી કઈ રીતે છટકબારી શોધવી ?? એ થકી જ ભ્રષ્ટાચારીઓ વધી રહ્યા છે. પરંતુ આ ભ્રષ્ટ લોકોએ કયારેય એ નહી વિચાર્યું હોય કે આનાથી અન્ય નિર્દોષોને કેટલું નુકશાન પહોચે છે? દેશના અર્થતંત્રને કેટલો ફટકો પડે છે? કરચોરીની સાથે મની લોન્ડ્રીંગ સહિતના આર્થિક ગુનાઓ પણ વધી રહ્યા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓને વધુ વિસ્તરવાની જો કોઈ તક આપતા હોયતો તે છે ટેકસ હેવન દેશો.

ટેક્સ હેવનથી રૂ.56 લાખ કરોડની વૈશ્વિક વાર્ષિક નુકસાની

1

ટેકસમાં છટકબારી, મની લોન્ડરીંગનું મોટુ માધ્યમ બની રહ્યા છે ટેકસ હેવન દેશો; ભારતને દર વર્ષે સરેરાશ રૂપિયા 70 હજાર કરોડનો ફટકો

કરચોરી વિશ્વ આખાનો માથાનો દુ:ખાવો બની છે. આ વૈશ્વિક સમસ્યા પાછળ એક મોટું કારણભૂત પરિબળ ટેકસ હેવન છે. ટેકસ હેવનના કારણે વિશ્ર્વ આખાને દર વર્ષે સરેરાશ રૂ. 56 લાખ કરોડનો ફટકો પડે છે. અને આમાં જો ભારતની વાત કરીએ, તો ભારતને ટેકસ હેવનના કારણે વર્ષે સરેરાશ 70 હજાર કરોડ રૂપિયાની ખોટ પડે છે. નોંધનીય છે કે, ભારતના અબજો ડોલર રૂપિયા વિદેશોમાં પડયા છે. ભારતીય નાગરિકતા ધરાવતા સેંકડો લોકો અહી ટેકસ ભરવાથી બચવા વિદેશમાં એટલે કે ટેકસ હેવન દેશોમાં રોકાણ કરે છે.

ટેકસ હેવનના કારણે આ રોકાણ કે આર્થિક ગતિવિધી પર ટેકસ સાવ ઓછો અથવા તો લદાતો જ નથી આમ, કરમૂકિત અને લાભના કારણે આવા ટેકસ હેવન દેશોમાં રોકાણકારો રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય છે.પરંતુ આનાથી જે-તે મૂળ દેશને મોટો ફટકો પડે છે. ભારતામં વર્ષોથી ઘુણી રહેલા બોફોર્સ કાંડ અને પનામા પેપર્સ પણ આનું જ પરિણામ છે. વિદેશોમાં પડી રહેલી ભારતની આવી ધનરાશીને દેશમાં પરત લવાય તો અર્થતંત્રની ગાડી વગર બુસ્ટર ડોઝે પણ પૂરપાટ ઝડપે દોડવા લાગશે.

વિદેશમાં પડેલા ભારતીય રૂપિયાને પરત લાવવામાં આવે તો અર્થતંત્રની ગાડી આર્થિક સહાયના બુસ્ટર ડોઝ વગર પણ પૂરપાટ ઝડપે દોડવા માંડે !!

ટેકસ હેવનના કારણે થતી કરચોરી, મની લોન્ડ્રીંગ સહિતની ગેરકાયદે આર્થિક પ્રવૃત્તિઓ પર રોક લગાવી દેવાય તો વિશ્ર્વને દર વર્ષે થતું અબજો રૂપીયાનું નુકશાન બચી જાય. ભારતમાં તો આશરે 70 થી 80 હજાર કરોડનું ભંડોળ બચી જાય. આ કરચોરીને અગાઉથી રોકવામાં આવી હોતતો ભારતમાં હાથ ધરાયેલા વિશ્ર્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમનો ખર્ચ પણ બચી જાત. બધાને મફ્તમાં જ ‘કોરોના કવચ’ મળી જાત.

ખરાબ પરિસ્થિતિમાં પણ ગુજ્જુ કંપનીઓએ કરી બતાવ્યું,…માર્કેટ કેપિટાઈઝેશનમાં થયો આટલા ટકા વધારો

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આ તરફ ‘ગ્રુપ ઓફ સેવન’ જી-7 દેશોએ મહત્વનું ધ્યાન દોરી આ ટેકસ હેવન સિસ્ટમ અંકુશમાં લેવા પ્રયાસો શરૂ કરી દીધા છે. જેના ભાગરૂપે ભારતમાં પણ કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિદેશમાં પડેલી ભારતીય મૂડક્ષને પરત લાવવા પ્રયાસો હાથ ધરાશે. આગામી સમયમાં આ મુદેની કાર્યવાહી અર્થતંત્રની કાયાપલટ કરી નાખે તો નવાઈ નહીં.

2

કરમાં છટકબારીનો વૈશ્વિક માર્ગ બંધ કરવા G7દેશો મેદાને

ટેક્સ હેવનને કારણે જે આર્થિક અપરાધો વધી રહ્યા છે તેને અટકાવવા ગ્રુપ ઓફ સેવન-G7 દેશો મેદાને ઉતર્યા છે. તાજેતરમાં આ દેશોની મહત્વની બેઠક મળી હતી જેમાં આ ટેક્સ હેવન માળખા પર મહત્વની ચર્ચા થઈ હતી. આ ગ્રુપ ઓફ સેવન દેશોમાં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા જેવા દેશોનો સમાવેશ છે. યુકેના નાણામંત્રી સુનાકે કહ્યું છે કે, જી-7 દેશોએ કરચોરીને ટાળવા માટે ઐતિહાસિક વૈશ્વિક સોદા પર હસ્તાક્ષર કર્યા છે, જેથી વૈશ્વિક ટેક કંપનીઓ તેમના શેરનો હિસ્સો યોગ્ય રીતે ચૂકવશે.

તેમણે કહ્યું કે ટેક્સ હેવનને કારણે જે કર ચોરી વધી રહી છે તેને અટકાવવું ખૂબ જરૂરી છે. દર વર્ષે 10 બિલિયન ડોલર કર જતો થાય છે. વિશ્વના ટેક્સ માળખામાં 56 લાખ કરોડનો ફટકો પડે છે. સમૃદ્ધ દેશો ઘણાં વર્ષોથી આ માટે સમાધાન શોધવા માટે ઝઝૂમી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ગૂગલ, એમેઝોન, ફેસબુક જેવી મલ્ટિનેશનલ કંપનીઓથી વધુ આવક મેળવી શકે. આ કંપનીઓ એવા દેશોમાં નફો બતાવે છે જ્યાં ચૂકવવા માટે બહુ ઓછો અથવા કોઈ ટેક્સ નથી. આથી હવે આવી  કંપનીઓને ટેક્સના યોગ્ય માળખામાં લાવવી જરૂરી બની છે.

વિશ્વના ટોચના 10 ટેક્સ હેવન દેશો

  1. બ્રિટીશ વર્ગીન આયલેન્ડ
  2. સાયમન આયલેન્ડ(બ્રિટન)
  3. બરમૂડા (બ્રિટન)
  4. નેધરલેન્ડ
  5. સ્વિઝર્લેન્ડ
  6. લકઝમબર્ગ
  7. હોગકોંગ
  8. જર્સી
  9. સિંગાપોર
  10. યુએઈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.