Abtak Media Google News

કલાકો લાઈનમાં ઉભા રહેવા છતાં વારો આવતો નથી: કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની મ્યુનિસિપલ કમિશનરને રજુઆત

મહાપાલિકા દ્વારા મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા પઘ્ધતિની અમલવારી કરવામાં આવ્યા બાદ વેરા બીલ અપડેટ થતા ન હોવાની ફરિયાદોનો ધોધ વછુટી રહ્યો છે. હાલ વેરા વળતર યોજના ચાલુ હોવાના કારણે વેરો ભરવા આવતા લોકોનો ઘસારો રહે છે. દરમિયાન વોર્ડ નં.૧૩માં છેલ્લા કેટલાક દિવસથી વેરા બીલ અપડેટ ન થતા હોવાના કારણે કરદાતાઓની ધીરજ ખુંટી ગઈ છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં વાળો ન આવતો હોવાના કારણે કરદાતાઓએ વોર્ડ ઓફિસ ખાતે રામધુન બોલાવી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. આ અંગે વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે પણ મ્યુનિ.કમિશનરને લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૩માં હાલ વેરા બીલ અપડેટ કરાવવા માટે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વોર્ડ ઓફિસર રજા ઉપર હોવાથી વોર્ડ નં.૧૭ના વોર્ડ ઓફિસરને માત્ર બે કલાક પુરતી જવાબદારી સોંપવામાં આવી છે. હાલ વળતર યોજના ચાલતી હોવાના કારણે વોર્ડ ઓફિસ ખાતે વેરો ભરવા આવતા લોકોનો સારો એવો ઘસારો રહે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં વારો આવતો નથી. સિવિક સેન્ટરો પણ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.

Advertisement

Img 5154આધારકાર્ડની કામગીરી પણ છેલ્લા એક માસથી બંધ હોય વોર્ડ ઓફિસે તાત્કાલિક વ્યવસ્થા કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.