Abtak Media Google News

કોરોના કરતા ટીબી વધારે ઘાતક રોગ હોય અને બંને રોગના પ્રાથમિક લક્ષણો સમાન હોય રાજય સરકારે શંકાસ્પદ દર્દીની કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ ટીબીની ટેસ્ટ પણ કરાવવાનો નિર્ણય કર્યો

હાલમાં કોરોના વાયરસ વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે અને તેના કારણે લાખો દર્દીઓનાં મૃત્યુ થવા પામ્યા છે. જેને લઈને વિશ્ર્વભરનાં લોકોમાં કોરોનાનો ડર પેસી જવા પામ્યો છે.પરંતુ આરોગ્ય ક્ષેત્રમાં કોરોના કરતા પણ ટીબી રોગને વધુ ઘાતક માનવામાં આવે છે. તાજેતરમાં રાજય સરકારે કોરોના રીપોર્ટ નેગેટીવ આવે તેવા દર્દીઓની ટીબી ટેસ્ટ ફરજીયાત કરવાનો નિર્ણય કર્યો છે. માઈકો બેકટેરીયમ ટયુબર કલોસીસ નામના બેકટેરીયાથી થતો ટીબી રોગ સદીઓથી ફેલાયેલો છે. અને તેના કારણે દર વર્ષે વિશ્ર્વભરમાં લાખો લોકોના મૃત્યુ થાય છે. ભારતમાં ગત વર્ષે ટીબીના ૨૪ લાખ નવા કેસો સામે આવ્યા છે. જયારે ૭૯,૧૪૪ દર્દીઓનાં ટીબીના કારણે મૃત્યુ થવા પામ્યું હતા આમ, કોરોના કરતા પણ વધારે ખતરનાક ટીબી રોગ છે.

એક સમયે ટીબીની સારવાર ખૂબજ ખર્ચાળ અને લાંબા સમય સુધી ચાલતી હતી જેથી રાજા રજવાડાના સમયમાં ટીબીને રાજરોગ કહેવામાં આવતો હતો. આઝાદી બાદ કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ બનાવીને ટીબીના રોગને કાબુમાં લેવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે દેશમાં ટીબીના ચેપનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા હાલમાં ટીબીની તમામ પ્રકારની તપાસ સારવાર અને દવાઓ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે. માત્ર એટલું જ નહી ટીબીના દર્દીઓ યોગ્ય માત્રામાં પ્રોટીન યુકત ખોરાક લે તે માટે સરકાર દ્વારા દર માસે નિયત રકમની સહાય પણ આપવામાં આવે છે. ટીબીના દર્દીમાં ખાંસી, તાવ, છાતીમાં દુ:ખાવો, શ્ર્વાસમાં લેવામાં તક્લીફ જેવા પ્રાથમિક લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો પણ કોરોનાના દર્દીઓમાં પણ જોવા મળે છે. અને બંને રોગો ફેંફસા પર અસર કરતા હોય છે. જેથી તાજેતરમાં રાજયનાં આરોગ્ય વિભાગે જ દર્દીઓમાં શરદી, ખાંસી, તાવ, શ્ર્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે અને તેનો કોરોનાનો ટેસ્ટ નેગેટીવ ત્યારે તે દર્દીને ટીબીના સંભવિત દર્દી માનીને ટીબીની તપાસ કરવાનો રાજયની તમામ સિવિલ હોસ્પિટલો, મેડીકલ કોલેજો સહિતના આરોગ્ય વિભાગને પરિપત્ર કર્યો છે. આમ હવે રાજયનાં શંકાસ્પદ દર્દીઓની કોરોના બાદ ટીબીની તપાસ કરીને આવા ટીબીના ચેપ ધરાવતા દર્દીઓની ટીબીની સારવાર કરવામા આવનારી છે.

દેશના ૪૦ ટકા લોકોમાં ટીબીનો ચેપ લાગેલો છે: ડો. સુરેશ લકકડ

Vlcsnap 2020 06 26 08H44M16S30

રાજકોટ ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટરના ટીબી ઓફીસર ડો. સુરેશભાઇ લકકડે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ટીબીએ હવા દ્વારા ફેલાતો એક ચેપ રોગ છે. જે વ્યકિતને ચેપ લાગ્યો હોય અને તે સારવાર ન અને વારંવાર છીંક ઉઘરસ ખાય તો હવામાં તેના કિટાણું ફેલાય છે. આ કીટાણુઓ સ્વસ્થ વ્યકિતના શ્ર્વાસમાં જાય તો જેનો ચેપ તે વ્યકિતને પણ લાગે છે. આ સમયે જો વ્યકિતની રોગ પ્રતિકારક શિ(ત નબળી હોય તો એકટીવ ટીબીનો રોગ થાય છે. આજની સ્થીતીએ ભારતમાં કુલ વસ્તીના ૪૦ ટકા લોકોમાં ટીબીનો ચેપ લાગેલો છે. પરંતુ મોટાભાગના લોકોની રોગપ્રતિકારક શકિત સારી હોવાથી તે એકટીવ રોગ નથી. બે અઠવાડીયા કે વધુ સમયથી ખાંસી આવવી, સાંજના સમયે દર્દીને થોડો તાવ આવવો ખોરાક ઘટી જવો, ભુખ ન લાગવી, ખાવામાં અરૂ‚ચી થતી હોય, લાંબો સમયથી ગળફા નીકળતા હોય અને ઘણી વખત ગળફામાં લોહી પણ નીકળતું હોય તે ટીબીના મુખ્ય લક્ષણો છે. ઘણી વખત દર્દીની સમયાંતરે પ ટકા જેવો વજન ઘટાડો પણ થાય છે. ટીબી શરીરમાં નખ અને વાળને બાદ કરતાં કોઇપણ જગ્યાએ લાગી શકે છે. ખાસ કરીને ૮૦ ટકા ટીબી ફેફસાના ટીબી છે. અને ર૦ ટકા ટીબી બીજા કોઇ ભાગ પર થતાં હોય છે. મુખ્યત્વે ટીબીને પલ્મોનરી અને એકસ્ટ્રાપલ્મોનરી કહેવાય છે. એમ.ડી.ઓ. ટીબી થયું હોય તેનો બીજાને ચેપ લાગે તો તેને ટીબી થવાની શકયતાઓ વાત બધી વધારે છે. ટીબીની સારવાર અને નિદાન સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે. ટીબીના દર્દીઓની રોગ પ્રતિકારક શકિત નબળી હોય જે દર્દીને ટીબી થયો છે તેમજ તેમને ડાયાબીટીસ અથવા તો એચ.આઇ.વી. હોય રોગ પ્રતિકારક શકિતને લગતી કોઇ બીમારી હોય, હેવી વ્યસન હોય, પ્રોપટર આરામ ન કરતા હોય, ખોરાક પ્રોપર ના લેતા હોય તેવા દર્દીઓને ટીબીની દવા આપવામાં આવતી હોય તો તેની અસરકારકતા ઓછી  થતી હોય છે. આ સમયે મૃત્યુ થવાનું પ્રમાણ વધી જતું હોય છે. અત્યારના સમયમાં ટીબીના કારણે ૪ થી પ ટકા જ મૃત્યુ થતા હોય છે. અને બાકીના મૃત્યુ દર્દીને અન્ય સંલગ્ન બીમારીથી થતાં હોય છે. કોરોના અને ટીબીના લક્ષણો સરખા છે. કોરોનાનો ચેપ લાગ્યા પછી તે તરત જ દેખાઇ આવતો હોય છે. જયારે ટીબીનો ચેપ વાગ્યા પછી એક બે મહિના સુધી જેમને ખબર પડતી નથી. કોરોના શરીરના ફેફસા અને ઓર્ગન સિસ્ટમને ખોરવી નાખે છે. કોરોનાથી મૃત્યુ થવાના કેસો એટલે વધારે જોવા મળે છે

જયારે ટીબીમાં ફકત ફેફસા પર જ અસર થાય છે. બાકીના અવયવો પર ઓછી અસર થતી હોય છે. સારવાર  દરમિયાન જો દર્દી સાવચેત ન રાખે નિયમીત દવા ન લે ખોરાકમાં ઘ્યાન ન રાખે તો તેમને તકલીફ પડી શકે છે. રાજય સરકાર તરફથી રાજયની દરેક સરકારી હોસ્પિટલ, હેલ્થ સેન્ટરોમાં ટીબીની સારવાર નિ:શુલ્ક અપાઇ છે. કોઇ દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માંગતો હોય તો તે હોસ્પીટલ પર સરકાર દ્વારા દવાઓ ફીમાં પહોચાડવામાં આવે છે. તેમજ એ દર્દીના ખાતામાં ન્યુટ્રીસન સપોર્ટ તરીકે  રૂ. ૫૦૦ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. ગુજરાત સરકાર તરફથી પણ ટીબીના દર્દીના રૂ. ૫૦૦ની વધારાની સહાય કરવામાં આવે છે. પ્રાયમરી ટીબી હોય તો તેમને ફર્સ્ટ લાઇન સારવાર આપવામાં આવે છે. ટીબીનું નિદાન થયાં પછી પ્રાયમરી દવાઓ આપવામાં આવે છે. તેમજ તે દવા કારગર છે ક કેમ? જેનો રીપોર્ટ કરવામાં આવે છે. દર્દીને કંઇ પ્રકારની દવા જરુરી છે તે તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. બેલાકવીન નામની દવા જે આપવામાં આવતી હોય છે. તે ખુબ જ કિંમતી હોય છે. જે દર્દીને છ મહિના સુધી લેવાની રહેતી હોય છે. જેની કિંમત પણ ત્રણથી ચાર લાખ  રૂપિયા થતી હોય છે તો તે તમામ દવા ઓફ્રીસમાં આપવામાં આવતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.