Abtak Media Google News

રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાની ઉપસ્થિતિમાં ઈણાજ અને ઉમરાળા ખાતે ૧૦૫ બાળકોનું ઉમંગભેર નામાંકન

Enaj Morden School
Enaj Morden School

પાયાના પ્રાથમિક શિક્ષણને વિશેષ પ્રોત્સાહન આપવા ગીર સોમનાથ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ઈણાજ મોડેલ સ્કુલ ખાતે અને ઉમરાળા ગામે શાળા પ્રવેશોત્સવમાં રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાની ઉપસ્થિતિમાં ૫૧ કુમાર અને ૫૪ કન્યા એમ કુલ ૧૦૫ બાળકોનું ઉમંગભેર શાળામાં નામાંકન કરાયું હતું.

Enaj Morden School 25

વિધાર્થીઓ માટે શૈક્ષણિક કીટ તથા શાળા માટે જમીન સહિતનું આર્થિક યોગદાન આપતા દાતાઓનું સન્માન કરી રાજશીભાઈ જોટવાએ કહ્યું કે,

Enaj Morden School 12

સરકારી શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોને તમામ ભૌતીક સવલતો સરકાર દ્રારા આપવામાં આવે છે. તેમના વાલીઓ પણ બાળકોના શિક્ષણ માટે ચિંતીત છે ત્યારે શિક્ષકો કર્મયોગી બની બાળકોના ભવિષ્યનું ઘડતર કરે તે જરૂરી છે.

Enaj Morden School 5આપણે બધા સરકારી શાળામાં ભણી સરકારી નોકરીમાં લાગ્યા છીએ કે સારો હોદો ધરાવીએ છીએ આ બધુ જ શિક્ષણથી શકય બન્યુ છે.

Enaj Morden School 6વેરાવળ તાલુકામાં શિક્ષણમાં કોઈ કચાશ ના રહે તે જોવાની મારી જવાબદારી છે અને તેમા વાલીગણ સાથે તમામ શિક્ષકો સહયોગી બને તે જરૂરી છે તેમ શ્રી જોટવાએ ભારપુર્વક જણાવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા શિક્ષણાધીકારીશ્રી મયુર પારેખ, જિલ્લા માહિતી અધિકારીશ્રી અૂર્જૂન પમાર,સરપંચ રમેશભાઈ ઝાલા, હરિભાઇ ચાંડપા, અગ્રણી હમીરસીંહભાઈ, શાળાના આચાર્ય સીમાબેન વાછાણી, મહેન્દ્ર સોલંકી, આદ્રી શાળાના આચાર્ય ભીખાભાઈ બાકુના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ધો ૩ થી ૯ માં શાળામાં પ્રથમ આવેલ વાણવી રાધીકા, વાણવી રાજદિપ, ધોળયા હાર્દિક, પરમાર પ્રીયા, ચાંડપા ભાવના, પંજા ઉજમાને પ્રોત્સાહન પુરસ્કાર આપી સન્માનીત કરાયા હતા.

Enaj Morden School 1

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્રારા કરાયું હતું.

Enaj Morden School 3

આ પ્રસંગે શ્રી રાજશીભાઈ જોટવા તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે ડો. ડોડીયા ધ્વારા ઓરી-રૂબેલા રસીકરણ અંગે પણ લોકોને જાણકારી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.