Abtak Media Google News

પાકિસ્તાનમાં એક આર્મી બેઝ પર મંગળવારે આત્મઘાતી હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 23 પાકિસ્તાની આર્મીના જવાનો શહીદ થયાના અહેવાલ છે અને હજુ પણ મૃત્યુઆંક વધી શકે તેવા એંધાણ છે.

Advertisement

પાકિસ્તાનમાં એક આર્મી બેઝ પર મંગળવારે આત્મઘાતી હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની તાલિબાન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે.

તહરીક-એ-જેહાદ નામના સંગઠને આતંકી હુમલાની લીધી જવાબદારી

રિપોર્ટ અનુસાર, એક સ્થાનિક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે મંગળવારે વહેલી સવારે થયેલા આ હુમલામાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ જિલ્લામાં આવેલા આર્મી બેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં એ તપાસ કરવામાં આવી રહી છે કે જે લોકોએ જીવ ગુમાવ્યો તે બધા લશ્કરી કર્મચારીઓ હતા. આ સાથે 27 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. હુમલામાં મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

મળતી માહિતી મુજબ, આ આત્મઘાતી હુમલો એક સ્કૂલ બિલ્ડિંગના પરિસરમાં થયો હતો જેનો ઉપયોગ મેકશિફ્ટ મિલિટ્રી બેસ તરીકે કરવામાં આવી રહ્યો હતો. પાકિસ્તાની તાલિબાન સાથે જોડાયેલા નવા જૂથ તહરીક-એ-જેહાદ પાકિસ્તાને હુમલાની જવાબદારી સ્વીકારી છે. પાકિસ્તાની સેના તરફથી આ ઘટના અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.