Abtak Media Google News

૧૭માં ઠાકોર સાહેબની ઐતિહાસિક રાજતિલકવિધિના દિવ્ય અવસરનો નગરજનોમાં અનેરો ઉત્સાહ

મહાયજ્ઞ, નગરયાત્રા, જ્યોતિપર્વ,તલવાર રાસ અને ભવ્ય લોકડાયરો સહિત ત્રિ-દિવસીય ભવ્ય ઉત્સવ

દ્વારકાના દંડી સ્વામી, મુંજકા આશ્રમના પરમાત્માનંદજી અને મુખ્યમંત્રી વિજયભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્તિ રહેશે

રાજકોટના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના વસંત પંચમીના શુભ દિવસે રાજ્યાભિષેક અને રાજતિલકવિધિ વા જઈ રહી છે ત્યારે પત્રકાર પરિષદમાં માંધાતાસિંહજી જાડેજા, યુવરાજ સાહેબ જયદિપસિંહજી, યુવરાણી સાહેબા શિવાત્મિકાદેવી અને કુમારી સહિતનાએ આ તા.૨૭ જાન્યુઆરીી ૩૦ જાન્યુઆરી સુધી રાજતિલક-રાજ્યાભિષેક અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નજીકના ભૂતકાળમાં દેશભરમાં આવું ઐતિહાસિક રાજતિલક યું ન હોય તેવા રાજતિલક વિધિના અવસર નવી પેઢીને તો ઠીક પરંતુ વડીલો પણ આ પ્રકારના રાજતિલકના ઉત્સવ માણ્યુ નહીં હોય અને સનાતન ધર્મ રાજધર્મ, છાત્ર ધર્મ અને લોકતંત્રના એક સમન્વય સમા આ ઉત્સવ રચાશે. ત્યારે આ રાજતિલક વિધિમાં રાજ પરિવારનો નહીં રાજકોટના નગરજનોનો આ ઉત્સવ છે તેમ માની જોડાવા અપીલ કરી હતી. આ તકે દ્વારકાના દંડી સ્વામી, પરમાત્માનંદજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક રાજકીય અને સામાજિક શ્રેષ્ઠીઓ આ ઉત્સવમાં ભાગ લેશે.

  • ગંગા-યમુના-કાવેરી સહિત ૩૧ નદીઓના પવિત્ર જળી કરાશે જલાભિષેક

રાજવી પરિવારના માંધાતાસિંહજી જાડેજાના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે રાજતિલક વિધિમાં બગદાણા ખાતે બજરંગદાસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતભરના તિર્થ સનોના જલ પૈકીના જલી તેમજ ગંગા, યમુના, કાવેરી, સરયુ, ત્રિવેણી સંગમ, ગોમતી, સરસ્વતી, ગુપ્ત ગોદાવરી, માન સરોવર, નર્મદા, તાપી અને ક્રિષ્ના સહિતની પવિત્ર નદીના જલી જલાભિષેક કરવામાં આવશે.

  • ત્રણ દિચાલનાર યજ્ઞનું મહત્વ સમજાવતા આચાર્ય કૌશિકભાઈ

રાજ્યાભિષેક, રાજતિલક વિધાન હિન્દુ સંસ્કૃતિના શ્રેષ્ઠ ધર્મગ્રં જેમાં ભાગવતજી અને રામાયણની અંદર તા નિર્ણય સિંધુ અને ધર્મસિંધુની અંદર રાજ્યાભિષેક તા રાજતિલક વિધિનું સુંદર મજાનું મહાત્મય આલેખવામાં આવ્યું છે તે પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા મુજબ પાંડવોએ જે મુજબ શ્રીધર યજ્ઞશાળા શ્રી વિશ્ર્વકર્મા ભગવાન પાસે તૈયાર કરાવેલ હતી તે મુજબની જ રણજિત વિલાસ પેલેસની અંદર શ્રીધર યજ્ઞશાળાનું આયોજન કરી ભારત વર્ષના શ્રેષ્ઠ વિદ્વાન શાીજીઓ દ્વારા આ રાજ્યાભિષેક, રાજતિલક વિધિ વિધિ વિધાનપૂર્વક સંપન્ન શે. હાલના રાજા-રજવાડાઓમાં રાજયાભિષેક, રાજતિલકવિધનું પ્રમાણ અલ્પ માત્રામાં જોવા મળે છે. ત્યારે રાજકોટ શહેર બળભાગી છે કે એમના રાજા માંધાતાસિંહજી સાહેબ ધર્માનુસાર રાજ્યાભિષેક અને રાજતિલક વિધાન કરી અને પોતાની ગાદીને સંભાળશે.  દેવતાઓની પૂજનવિધિ, ઈંદ્રસુક્ત વડે યજ્ઞનારાયણ દેવની અંદર આહૂતિ અર્પણ શે. ત્યારબાદ રાજ્યાભિષેક, રાજતિલક વિધિની પૂર્ણાહુતિ શે અને દેવ, બ્રહ્મદેવો તા સંતો-મહંતો દ્વારા રાજાજીને રાજ્યાભિષેક તેમજ રાજતિલક વિધિ શે તેમ રાજતિલક વિધિના આચર્ય કૌશિકભાઈ ત્રિવેદીએ અંતમાં જણાવ્યું હતું.

  • રાજતિલક વિધિમાં સંતો-મહંતો પાઠવશે આશિર્વચન

પ.પૂ.હરિચરણદાસજી બાપુ -ગોંડલ, સાળંગપુર મહંત સ્વામી, અપૂર્વમુનિ સ્વામી, ત્યાગવલ્લભસ્વામી, બ્રહ્મર્તિ સ્વામી, માધવપ્રિય સ્વામી, નિરવભાઈ પૂરોહિત – દામોદર કુંડ જૂનાગઢ, મૂકતાનંદબાપ – બ્રહ્મેશ્ર્વરધામ-ભવના, ધનંજયદાદા – મુખ્ય પૂજારી સોમના, મૂકતાનંદબાપુ – કમલકુંડ ગીરનાર, હરીગીરીરાજ મહારાજ – ભવના મંદિર જૂનાગઢ, મુકતાનંદબાપુ પ-  ચાંપરડા, વલકુબાપુ – દાનેવધામ તલાલા, સોનલધામ મઢડા, કરસનદાસબાપુ – પરબધામ, પૂનિતાચાર્યજી – પૂનિત આશ્રમ, વિશ્ર્વંભર ભારતીબાપુ – જૂનાગઢ, શેરનાબાપુ – મહંત ગુ‚, વિજયબાપુ – મહંત સતાધાર ધામ, ઈન્દ્રભારતીબાપુ – ‚દેશ્ર્વર જાગીર ભવના જૂનાગઢ, કાશ્મીરીબાપુ – મહંત ભવના જૂનાગઢ, પરમાત્માનંદ સ્વામીજી – મુંજકા, પદુબાપુ – આશાપુરા મંદિર ઠેબચડા સહિત  ૪૫ જેટલા સંતો-મહંતો હાજરી આપી નગરજનોને આર્શીવચન પાઠવશે.

  • મહારાણા પ્રતાપના વંશજો સહિત દેશ અને રાજ્યના રાજવીઓની આવી પહોંચશે શાહી સવારી

ઉદયપુરના અરવિંદસિંહજી, શિરોહી, ઝાંસી, બિકાનેર, જયપુર, જોધપુર, નાગોદ, ખિમસર, ડુંગરપુર, જેસલમેર, ગ્વાલીયર, કાશ્મીર, હિમાચલ સહિત દેશભરના ૩૮ રાજવીઓ જ્યારે ગુજરાતના જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, ગોંડલ, વાંકાનેર, વઢવાણ, પોરબંદર, મોરબી, પાલીતાણા, કચ્છ સહિત ૫૮ જેટલા રાજવીઓ ઠાઠમાઠી પધારી સમારોહને ચાર ચાંદ લગાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.