Abtak Media Google News

અબતક, ચેતન વ્યાસ, રાજુલા

છેલ્લાં 7 વર્ષથી રાજુલા તાલુકાના વિકટર ગામે સીતાવન આશ્રમ નકલંક ધામ તથા વિકટર ગામે સમસ્ત દ્વારા આયોજિત માતા તુલસી વૃંદા અને ભગવાન  ઠાકોરજી મહારાજના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ કોરોનાની મહામારીના વાતાવરણમાં સરકારની ગાઈડલાઈન મુજબ તુલસીવિવાહનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે ભગવાન ઠાકોરજી મહારાજની જાડેરી જાન નેસડા વિસ્તારમાંથી ઉકાભાઈ ભરવાડ નાં ઘરે થી આવશે.

તુલસી વિવાહ દરમિયાન તા.15-11 ને સવારે 9-30 કલાકે મંડપ મુહૂર્ત તથા તા.15 ને સોમવારે બપોરે 3-00 કલાકે જાન આગમન થશે તથા સાંજના 5-00 કલાકે બહેનોની પૂજાવિધિ કરવામાં આવશે. આ તુલસી વિવાહના મહાપ્રસાદ નાં દાતા કરણભાઈ બારૈયા અમરેલી જિલ્લા પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ તરફથી છે તથા લાણાના દાતા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર છે ફરાળના દાતા સ્વ. ભરતભાઈ વાજા (હ. વિશાલભાઈ) ભુપતભાઇ વેકરિયા, કિશોરભાઈ ગુજરીમાં,પતાભાઈ બાંભણીયા, પ્રકાશભાઈ વેગડ છે.

મંડપ સર્વિસ નાં દાતા જય મહાકાળી મંડપ સર્વિસ છે. ડીશના દાતા જય માતાજી તરફ આપવામાં આવશે. તુલસી વિવાહ માં આ વિસ્તારના સાધુ-સંતો, રાજકીય અને સામાજિક ક્ષેત્રે નાં આગેવાનો સહિત નાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે. તો રાજુલા જાફરાબાદ અને મહુવા ની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય તુલસી વિવાહ માણવાનો તથા અખિલ બ્રહ્માંડના નાયકના દર્શને પધારવા સીતાવન આશ્રમ નકલંક ધામ નાં મહંત પ્રફુલદાસ બાપુ તથા સમસ્ત વિકટર ગામ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.