Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્લાના ઈ.ચા.પોલીસ વડા સંજય ખરાતે ગીર સોમનાથ જીલ્લામાં બનતા દરેક પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા માટે સુચના કરેલ હોય જે અન્વયે એલસીબીના પોલીસ ઈન્સ. બી.બી.કોળીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી સોંપેલ.

Advertisement

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ બે પ્રોહિબીશનના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી શિવરાજ ઉર્ફે શિવો રાવતભાઈ કરપડા જાતે.કાઠી દરબાર રહે.માલણકાવાળાને ગુનો આચરી નાસતો ફરતો હોય અને પો.હેડ કોન્સ. મેતાભાઈને બાતમી મળેલ કે આ ગુનાનો માણલકા ગામે નવદુર્ગા હોટેલથી એલસીબીના લખમણભાઈ મેતા, સંગ્રામસિંહ ગોહિલ, મેરામણભાઈ શામળા તથા ભુપેન્દ્રસિંહ ચાવડા તથા પરબતભાઈ સોલંકીનાઓ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.