Abtak Media Google News

હવે શહેરની પડખે આવેલા ગામડાઓના ખેતીના દસ્તાવેજ હવે જે તે ઝોનમાં જ થશે. અત્યાર સુધી રાજકોટ તાલુકાના 118 ગામોના ખેતીના દસ્તાવેજો ઝોન 8માં જ થતા, હવે આ ઝોનમાં 83 ગામડાઓના જ દસ્તાવેજ થશે, બાકીના શહેરની ભાગોળે આવેલ ગામડાઓના દસ્તાવેજની પ્રક્રિયા અલગ અલગ નિયત કરાયેલ ઝોનમાં થશે. હવે શહેરી વિસ્તારમાં મિલકત અને ખેતીના દસ્તાવેજ એક જ જગ્યાએ થઈ શકશે. રાજકોટ સહિત રાજ્યભરમાં ખેતીના દસ્તાવેજોની અલગથી વ્યવસ્થા હતી તે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી રાજકોટ તાલુકાના 118 ગામોના ખેતીના દસ્તાવેજો ઝોન 8માં જ થતા, હવે આ ઝોનમાં 83 ગામડાઓના જ દસ્તાવેજ થશે, બાકીના શહેરની ભાગોળે આવેલ ગામડાઓના દસ્તાવેજની પ્રક્રિયા અલગ અલગ નિયત કરાયેલ ઝોનમાં થશે

આઠથી દસ દિવસમાં ફેરફારની અમલવારી કરાશે, અગાઉ 2014માં ખેતીના દસ્તાવેજ માટે અલગ ઝોન કરવામાં આવ્યા હતા

અમદાવાદમાં નવી ચાર કચેરી અસ્તિત્વમાં આવશે. ત્યાં જિલ્લામાં કયા તાલુકા અને ગામ સબ રજિસ્ટર કચેરીમાં છે તેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે હવે ફેરફારવાળા ગામોનું નવેસરથી જિલ્લા નોંધણી સર નિરીક્ષક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.  પછી સરકારના ગરવી 2.0 એકમા લિંક અપ કરવામાં આવશે. સુરતમાં ખેતીના બે ઝોન હતા. તેમાં એક બંધ કરાશે. સરકારે 2014 માં ખેતી માટે અલગ ઝોન કર્યા હતા. તે હવે બંધ થાય છે

રાજકોટમાં ખેતીના દસ્તાવેજ ઝોન 8 માં થતા હતા. તેમાં 118 ગામડા હતા અને તે ગામડાના ખેતીના દસ્તાવેજ ત્યા થતા હતા.  હવે તેમાં ફેરફાર કરાતા ગામડાની સંખ્યા 83 થઈ ગઈ છે. સીટી વિસ્તારના ગામડાઓ જેતે ઝોનમાં દસ્તાવેજ કરાવી શકશે. નવા ઝોનના ફેરફારની અમલવારી આગામી આઠ દસ દિવસમાં થશે. હજુ ઓનલાઇનમાં જૂનો ફેરફાર મુજબ દસ્તાવેજ થાય છે..હવે ઓનલાઇનમાં એનઆઇસીમાં સુધારા વધારા થશે. પછી નવા ફેરફાર મુજબ દસ્તાવેજ નોંધણી થશે રાજકોટમાં ખેતીના વર્ષે સરેરાશ 8000 દસ્તાવેજ થાય છે.  ઉલ્લેખનીય છે કે આ નિર્ણયથી હવે ઝોન 8ના કામના ભારણમાં ઘટાડો પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.